Pages

મંગળવાર, 14 જૂન, 2011

સનાતન ભગવાન અને આધુનિક ભગવાન

સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે.  સર્વોપરી ભગવાન એક જ હોય.  જે ભગવાન એક જ હોય અને કોઈની સત્તાથી ના થયા હોય તેને સનાતન ભગવાન કહેવાય. અને જે ભગવાન કોઈની સત્તાથી થયા હોય તેને કહેવાય આધુનિક ભગવાન. એટલે કે ભગવાનના બે પ્રકાર થયા. આ વાત કોઈ વચનામૃત માં લખી છે?  તો જવાબ છે હા. આ વાત સ્વામિનારાયણ ભગવાને અમદાવાદ ના ૭ સાતમા વચનામૃત માં કરી છે. સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી ને પૂછે છે કે તમે સનાતન ઈશ્વર છો કે  આધુનિક ઈશ્વર છો? ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ ને ઉત્તર ન કર્યો. પૂ.  ગુરુજી ની કથા માં આવે છે કે રામાનંદ સ્વામી એ જેઓ અવરભાવ માં ગુરુ હતા એટલે તેમને નીલકંઠ વર્ણીને આજ્ઞા કરી  હતી કે  તમારે મારી  હયાતી માં કોઈ પરચા ચમત્કાર કરવા નહિ.  
હવે સવાલ એ થાય છે કે આ વાત ક્યાં અનુસંધાન માં કરવામાં આવી?
તો આ માટે આપડે વચનામૃત અમદાવાદનું ૭ મું જોઈશું:

વચનામૃત અમદાવાદનું ૭ મું 

સંવત ૧૮૮૨ ના ફાગણ  વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણ ના મંદિર ને વિષે દરવાજા ના મેડા ઉપર વાસુદેવ  માહાત્મ્ય  વંચાવે છે. પછી ઊઠીને  દરવાજા  પાસે લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર સંધ્યા  સમે  વિરાજમાન થયા છે અને  મસ્તક  ઉપર  ગુલાબી  રંગની પાઘ બાંધી છે ને તેમાં ગુલાબના   તોરા  ખોસ્યા છે ને ગુલાબના હર પહેરીને ગરકાવ થયા છે  ને શ્વેત પછેડી ઓઢી છે ને શ્વેત સુરવાલ  પહેર્યો છે ને  ઉગમણે    મુખારવિંદે   વિરાજમાન છે  ને પોતાના મુખારવિંદના આગળ  મુનિ તથા  દેશદેશના હરી ભક્તની સભા ભરાઈને બેઠી છે. 

વિવેચન:
વાચક મિત્રો ઉપરોક્ત ફકરો વાંચતા નીચેની વાતો ફલિત થાય છે:

૧.       ખુબ જ મહત્વની વાત કહેવી છે એટલે સંધ્યા સમય પસંદ કર્યો છે.
૨.       ઘણા માણસો (હિરણ્યક્શીપુ જેવા) અમુક વાતને દિવસે પણ ના માને કે
          રાત્રે પણ  માને નહિ.  તેવા  માણસો માટે આ સંધ્યા સમય લાલબત્તી
           સમાન છે.
૩.       અમદાવાદના ૭ મા વચનામૃત માં કરેલી વાત કેટલી બધી મહત્વની છે
           તેનો ખ્યાલ  સંપ્રદાય માં   બધાને આવે તો કેટલું સારું?
૪.      શ્રીજી મહારાજ આ વાત કરવા માટે કેટલા બધા આતુર છે અને ખુશ છે
          તે વાત નો  ખ્યાલ આવે  છે ગુલાબી પાઘ, ગુલાબના તોરા અને ગુલાબના
          હારથી.  સ્વામિનારાયણ ભગવાન ગુલાબના   હાર પહેરી ગરકાવ કહેતાં મસ્ત
          બન્યા છે.
૫.      આ વાતની જરૂર બધાને છે એટલે સભામાં સંતો તથા હરિભક્તો બંને છે.

( હિરણ્યક્શીપુ જેવા રાક્ષસી  પ્રકૃતિના માણસ કે જે પોતે રાતે પણ નથી મરવાનો અને દિવસે પણ નથી મરવાનો અને એ મગરૂબી માં અત્યાચાર કરતો રહે છે, પોતાના સગા દીકરાને પણ છોડતો  નથી,  એવા   નરાધમ માણસ માટે નૃસિંહ ભગવાને સંધ્યા સમય પસંદ કર્યો હતો અને   હિરણ્યક્શીપુ પાસે જ બોલાવ્યું હતું કે અત્યારે દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી અને તેનો સંહાર કર્યો હતો. - કહેવાનો મતલબ   એ જ  છે કે આ વચનામૃત માં  સ્વામિનારાયણ ભગવાને કરેલી વાત કે મારા સિવાય કોઈ સનાતન ભગવાન નથી એ વાત જો કોઈના સમજમાં ન આવે તો તેને માટે કયો સમય પસંદ કરવો? )

તે  સમે પ્રાગજી દવેએ મુનિઓને પ્રશ્ન પૂછ્યો જે, ભગવાનને વિષે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે  કહો .   

વિવેચન:

વાચક મિત્રો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે તથા ખુબ જ માર્મિક પ્રશ્ન છે. પ્રશ્ન માં ઘણો તર્ક છે. પ્રથમ તો પ્રશ્ન સમજવો ખૂબ જરૂરી છે.  ભગવાન ને વિષે - અહિં કયા ભગવાન એ સ્પષ્ટતા નથી કરી. ખરેખર સનાતન ભગવાન એ જ ભગવાન છે. અને સનાતન ભગવાન એક જ છે અને તે છે સ્વામિનારાયણ ભગવાન. બાકી બીજા બધા ભગવાન કહેવાતા ભગવાન છે મતલબ કે આધુનિક ભગવાન છે.
પ્રશ્ન નો બીજો મુદ્દો છે કે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો.  - આ વાતમાં પણ ત્રણ પોઈન્ટ છે:
૧.  મન જ સંકલ્પ વિકલ્પ ના ઘાટ ઘડે છે. આ ભગવાન હશે કે નહિ હોય? ભગવાન આવા હોય?  વિ.
૨.  વ્યભિચાર એટલે શું?  અવરભાવ માં અથવા વ્યવારિક દ્રષ્ટિ એ વ્યભિચાર એટલે પુરુષ એક કરતાં
     વધુ સ્ત્રી સાથે અને  સ્ત્રી એક કરતાં વધુ પુરુષ સાથે શારીરિક સંબંધ રાખે તે. અહિં આ અર્થ માં
     વ્યભિચાર ની વાત નથી. અહિં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજાને સનાતન ભગવાન સમજવો
     અને તેનો ભાર રાખવો તેને વ્યભિચાર કહ્યો છે.
૩.  થોડો સમય ભગવાનનો નિશ્ચય રાખવો અને થોડો સમય વ્યભિચાર કરવો એમ ના ચાલે એટલે પ્રશ્ન
    માં પૂછ્યું કે કોઈ કાળે ન પામે તે કહો. મતલબ કે કાયમ માટે ભગવાનનો નિશ્ચય રહે, નિશ્ચય માં
    અનિશ્ચય  ના ઘાટ ના થાય તો જ કોઈ કાળે ન પામે તેમ કહેવાય.

મુકતો, પ્રશ્નને ખરેખર કહેવો હોય પૂછવો હોય તો આ રીતે પુછાય:  હે ભગવાન તમે જ ભગવાન છો અને બીજો કોઈ ભગવાન નથી એવો દ્રઢ નિશ્ચય કાયમ કેમ રહે તે કહો.  

હવે પ્રશ્ન પૂછ્યો છે મુનિઓને અને તરત જ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એનો ઉત્તર તો અમે કરશું. શ્રીજી મહારાજ શો ઉત્તર કરે છે તે આપડે જોઈશું:

ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો અમે કરશું એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે, અમે ગામ   પિંપલાણામાં લાધા બ્રાહ્મણને ઘેર રામાનંદ સ્વામીને એમ પૂછ્યું હતું જે
તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? 
ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ ને ઉત્તર ન કર્યો, ત્યાર પછી અગણોતેરા કાળમાં અમે માંદા થયા  હતા ત્યારે અમે ક્ષીરસાગરને વિષે શેષશય્યાને વિષે શેષશાયી નારાયણ સૂતા છે  ત્યાં ગયા. ત્યારે ત્યાં અમે રામાનંદ સ્વામીને જોયા તે ધોળી ધોતી પહેરી હતી ને પછેડી ઓઢી હતી ને એવા બીજા પણ ઘણાક શેષશાયી નારાયણના ચરનાર્વિંદને સમીપે બેઠા હતા તેને અમે જોયા ત્યારે અમે નારાયણને કહ્યું જે આ રામાનંદ સ્વામી તે કોણ છે? પછી નારાયણે કહ્યું જે એ તો બ્રહ્મવેતા છે. પછી રામાનંદ સ્વામી તો નારાયણના શરીરને વિષે લીન થયા ત્યાર પછી અમે દેહને વિષે આવ્યા પછી અમે અંતદર્ષ્ટિ કરી ત્યારે પ્રણવનાદને જોયો તે જોતાં જોતાં નંદીશ્વર પોઠિયો આવ્યો તે ઉપર બેસીને કૈલાસમાં ગયા ને ત્યાંથી ગરૂડ ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મમહોલને વિષે જતા હવા, ત્યાં ગરૂડ પણ ઊડી શક્યો નહિ એટલે અમે એકલા જ ઊડ્યા તે સર્વ થકી પર એવું જે શ્રીપુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, પણ મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહિ, એટલે ઠેકાણે ફર્યા ને પછી અમે દેહને વિષે આવ્યા ને ફેર અંતરમાં જોયું ત્યારે એમ જ જણાણું જે સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ  ને પ્રલય તેનો કર્તા પણ હું જ છું.  અને  મારે  તેજે કરીને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને  ગોલોક, બ્રહ્મપુર અને  અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજાયમાન છે ને વળી હું કેવો છું તો મારા  પગને અંગૂઠે કરીને પૃથ્વીને  ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમાં, તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન કોઈ કાળે વ્યભિચારને પામે નહિ. ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને  આવશે અને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ ને સર્વેને અંતર્યામી  જેવા કરીશ ને બ્રહ્માંડોની  ઉત્તપત્યાદિક કરે એવા સમર્થ કરીશ પણ સામર્થી પામીને એમ જાણે જે, હું જ મોટો  છું એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહીં એવો અહંકાર  આવવા     દેવો નહિ, ને એમ જાણવું જે આ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કરુણાએ કરીને હું મોટ્યપ પામ્યો છું. એમ શ્રીજી મહારાજે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ઇતિ વચનામૃતમ || ૭ ||

ટિપ્પણીઓ નથી: