Pages

શુક્રવાર, 21 જૂન, 2013

સ ર્વે ને  જય સ્વામિનારાયણ

સૌ સત્સંગી મુક્તોને જય સ્વામિનારાયણ . તમારા અભિપ્રાય જરૂર મોકલશો।

મંગળવાર, 14 જૂન, 2011

સનાતન ભગવાન અને આધુનિક ભગવાન

સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે.  સર્વોપરી ભગવાન એક જ હોય.  જે ભગવાન એક જ હોય અને કોઈની સત્તાથી ના થયા હોય તેને સનાતન ભગવાન કહેવાય. અને જે ભગવાન કોઈની સત્તાથી થયા હોય તેને કહેવાય આધુનિક ભગવાન. એટલે કે ભગવાનના બે પ્રકાર થયા. આ વાત કોઈ વચનામૃત માં લખી છે?  તો જવાબ છે હા. આ વાત સ્વામિનારાયણ ભગવાને અમદાવાદ ના ૭ સાતમા વચનામૃત માં કરી છે. સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી ને પૂછે છે કે તમે સનાતન ઈશ્વર છો કે  આધુનિક ઈશ્વર છો? ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ ને ઉત્તર ન કર્યો. પૂ.  ગુરુજી ની કથા માં આવે છે કે રામાનંદ સ્વામી એ જેઓ અવરભાવ માં ગુરુ હતા એટલે તેમને નીલકંઠ વર્ણીને આજ્ઞા કરી  હતી કે  તમારે મારી  હયાતી માં કોઈ પરચા ચમત્કાર કરવા નહિ.  
હવે સવાલ એ થાય છે કે આ વાત ક્યાં અનુસંધાન માં કરવામાં આવી?
તો આ માટે આપડે વચનામૃત અમદાવાદનું ૭ મું જોઈશું:

વચનામૃત અમદાવાદનું ૭ મું 

સંવત ૧૮૮૨ ના ફાગણ  વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણ ના મંદિર ને વિષે દરવાજા ના મેડા ઉપર વાસુદેવ  માહાત્મ્ય  વંચાવે છે. પછી ઊઠીને  દરવાજા  પાસે લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર સંધ્યા  સમે  વિરાજમાન થયા છે અને  મસ્તક  ઉપર  ગુલાબી  રંગની પાઘ બાંધી છે ને તેમાં ગુલાબના   તોરા  ખોસ્યા છે ને ગુલાબના હર પહેરીને ગરકાવ થયા છે  ને શ્વેત પછેડી ઓઢી છે ને શ્વેત સુરવાલ  પહેર્યો છે ને  ઉગમણે    મુખારવિંદે   વિરાજમાન છે  ને પોતાના મુખારવિંદના આગળ  મુનિ તથા  દેશદેશના હરી ભક્તની સભા ભરાઈને બેઠી છે. 

વિવેચન:
વાચક મિત્રો ઉપરોક્ત ફકરો વાંચતા નીચેની વાતો ફલિત થાય છે:

૧.       ખુબ જ મહત્વની વાત કહેવી છે એટલે સંધ્યા સમય પસંદ કર્યો છે.
૨.       ઘણા માણસો (હિરણ્યક્શીપુ જેવા) અમુક વાતને દિવસે પણ ના માને કે
          રાત્રે પણ  માને નહિ.  તેવા  માણસો માટે આ સંધ્યા સમય લાલબત્તી
           સમાન છે.
૩.       અમદાવાદના ૭ મા વચનામૃત માં કરેલી વાત કેટલી બધી મહત્વની છે
           તેનો ખ્યાલ  સંપ્રદાય માં   બધાને આવે તો કેટલું સારું?
૪.      શ્રીજી મહારાજ આ વાત કરવા માટે કેટલા બધા આતુર છે અને ખુશ છે
          તે વાત નો  ખ્યાલ આવે  છે ગુલાબી પાઘ, ગુલાબના તોરા અને ગુલાબના
          હારથી.  સ્વામિનારાયણ ભગવાન ગુલાબના   હાર પહેરી ગરકાવ કહેતાં મસ્ત
          બન્યા છે.
૫.      આ વાતની જરૂર બધાને છે એટલે સભામાં સંતો તથા હરિભક્તો બંને છે.

( હિરણ્યક્શીપુ જેવા રાક્ષસી  પ્રકૃતિના માણસ કે જે પોતે રાતે પણ નથી મરવાનો અને દિવસે પણ નથી મરવાનો અને એ મગરૂબી માં અત્યાચાર કરતો રહે છે, પોતાના સગા દીકરાને પણ છોડતો  નથી,  એવા   નરાધમ માણસ માટે નૃસિંહ ભગવાને સંધ્યા સમય પસંદ કર્યો હતો અને   હિરણ્યક્શીપુ પાસે જ બોલાવ્યું હતું કે અત્યારે દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી અને તેનો સંહાર કર્યો હતો. - કહેવાનો મતલબ   એ જ  છે કે આ વચનામૃત માં  સ્વામિનારાયણ ભગવાને કરેલી વાત કે મારા સિવાય કોઈ સનાતન ભગવાન નથી એ વાત જો કોઈના સમજમાં ન આવે તો તેને માટે કયો સમય પસંદ કરવો? )

તે  સમે પ્રાગજી દવેએ મુનિઓને પ્રશ્ન પૂછ્યો જે, ભગવાનને વિષે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે  કહો .   

વિવેચન:

વાચક મિત્રો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે તથા ખુબ જ માર્મિક પ્રશ્ન છે. પ્રશ્ન માં ઘણો તર્ક છે. પ્રથમ તો પ્રશ્ન સમજવો ખૂબ જરૂરી છે.  ભગવાન ને વિષે - અહિં કયા ભગવાન એ સ્પષ્ટતા નથી કરી. ખરેખર સનાતન ભગવાન એ જ ભગવાન છે. અને સનાતન ભગવાન એક જ છે અને તે છે સ્વામિનારાયણ ભગવાન. બાકી બીજા બધા ભગવાન કહેવાતા ભગવાન છે મતલબ કે આધુનિક ભગવાન છે.
પ્રશ્ન નો બીજો મુદ્દો છે કે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો.  - આ વાતમાં પણ ત્રણ પોઈન્ટ છે:
૧.  મન જ સંકલ્પ વિકલ્પ ના ઘાટ ઘડે છે. આ ભગવાન હશે કે નહિ હોય? ભગવાન આવા હોય?  વિ.
૨.  વ્યભિચાર એટલે શું?  અવરભાવ માં અથવા વ્યવારિક દ્રષ્ટિ એ વ્યભિચાર એટલે પુરુષ એક કરતાં
     વધુ સ્ત્રી સાથે અને  સ્ત્રી એક કરતાં વધુ પુરુષ સાથે શારીરિક સંબંધ રાખે તે. અહિં આ અર્થ માં
     વ્યભિચાર ની વાત નથી. અહિં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજાને સનાતન ભગવાન સમજવો
     અને તેનો ભાર રાખવો તેને વ્યભિચાર કહ્યો છે.
૩.  થોડો સમય ભગવાનનો નિશ્ચય રાખવો અને થોડો સમય વ્યભિચાર કરવો એમ ના ચાલે એટલે પ્રશ્ન
    માં પૂછ્યું કે કોઈ કાળે ન પામે તે કહો. મતલબ કે કાયમ માટે ભગવાનનો નિશ્ચય રહે, નિશ્ચય માં
    અનિશ્ચય  ના ઘાટ ના થાય તો જ કોઈ કાળે ન પામે તેમ કહેવાય.

મુકતો, પ્રશ્નને ખરેખર કહેવો હોય પૂછવો હોય તો આ રીતે પુછાય:  હે ભગવાન તમે જ ભગવાન છો અને બીજો કોઈ ભગવાન નથી એવો દ્રઢ નિશ્ચય કાયમ કેમ રહે તે કહો.  

હવે પ્રશ્ન પૂછ્યો છે મુનિઓને અને તરત જ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એનો ઉત્તર તો અમે કરશું. શ્રીજી મહારાજ શો ઉત્તર કરે છે તે આપડે જોઈશું:

ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો અમે કરશું એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે, અમે ગામ   પિંપલાણામાં લાધા બ્રાહ્મણને ઘેર રામાનંદ સ્વામીને એમ પૂછ્યું હતું જે
તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? 
ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ ને ઉત્તર ન કર્યો, ત્યાર પછી અગણોતેરા કાળમાં અમે માંદા થયા  હતા ત્યારે અમે ક્ષીરસાગરને વિષે શેષશય્યાને વિષે શેષશાયી નારાયણ સૂતા છે  ત્યાં ગયા. ત્યારે ત્યાં અમે રામાનંદ સ્વામીને જોયા તે ધોળી ધોતી પહેરી હતી ને પછેડી ઓઢી હતી ને એવા બીજા પણ ઘણાક શેષશાયી નારાયણના ચરનાર્વિંદને સમીપે બેઠા હતા તેને અમે જોયા ત્યારે અમે નારાયણને કહ્યું જે આ રામાનંદ સ્વામી તે કોણ છે? પછી નારાયણે કહ્યું જે એ તો બ્રહ્મવેતા છે. પછી રામાનંદ સ્વામી તો નારાયણના શરીરને વિષે લીન થયા ત્યાર પછી અમે દેહને વિષે આવ્યા પછી અમે અંતદર્ષ્ટિ કરી ત્યારે પ્રણવનાદને જોયો તે જોતાં જોતાં નંદીશ્વર પોઠિયો આવ્યો તે ઉપર બેસીને કૈલાસમાં ગયા ને ત્યાંથી ગરૂડ ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મમહોલને વિષે જતા હવા, ત્યાં ગરૂડ પણ ઊડી શક્યો નહિ એટલે અમે એકલા જ ઊડ્યા તે સર્વ થકી પર એવું જે શ્રીપુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, પણ મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહિ, એટલે ઠેકાણે ફર્યા ને પછી અમે દેહને વિષે આવ્યા ને ફેર અંતરમાં જોયું ત્યારે એમ જ જણાણું જે સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ  ને પ્રલય તેનો કર્તા પણ હું જ છું.  અને  મારે  તેજે કરીને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને  ગોલોક, બ્રહ્મપુર અને  અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજાયમાન છે ને વળી હું કેવો છું તો મારા  પગને અંગૂઠે કરીને પૃથ્વીને  ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમાં, તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન કોઈ કાળે વ્યભિચારને પામે નહિ. ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને  આવશે અને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ ને સર્વેને અંતર્યામી  જેવા કરીશ ને બ્રહ્માંડોની  ઉત્તપત્યાદિક કરે એવા સમર્થ કરીશ પણ સામર્થી પામીને એમ જાણે જે, હું જ મોટો  છું એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહીં એવો અહંકાર  આવવા     દેવો નહિ, ને એમ જાણવું જે આ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કરુણાએ કરીને હું મોટ્યપ પામ્યો છું. એમ શ્રીજી મહારાજે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ઇતિ વચનામૃતમ || ૭ ||

રવિવાર, 5 જૂન, 2011

વચનામૃત ગઢડા પ્રથમ નું ૨૭ મું

મુકતો, સૌને જય સ્વામિનારાયણ !
સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા માટે પ્રથમ નું ૨૭ મું વચનામૃત સમજવું ખુબ જરૂરી છે.
વચનામૃત ગઢડા પ્રથમ નું ૨૭ મું

સંવત ૧૮૭૬ ના પોષ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ  દિવસ ઉગ્યા પહેલાં  શ્રી ગઢડા  મધ્યે  દાદા  ખાચરના  દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા છે  ને માથે ધોળો ફેંટો બાંધ્યો છે  તથા ધોળો ચોફાળ ઓઢ્યો છે  તથા ધોળો ખેસ પહેર્યો છે ને ઓટા ઉપર આઠમણું મુખારવિંદ રાખીને બિરાજમાન છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી છે.

મુકતો સ્વામિનારાયણ ભગવાનની દરેક વાતો હેતુસભર હોય છે. ઉપરોક્ત પેરેગ્રાફ વાંચતા નીચેના  પાંચ  મુદ્દા ધ્યાનમાં આવે છે:

૧.    સ્વામિનારાયણ ભગવાન પોતે પરમહંસોની જગ્યા પર ગયા છે મતલબ કે ખૂબજ મહત્વની વાત 
       કહેવી  છે.
૨.    દિવસ ઉગ્યા પહેલાં સભા ભરી છે એટલે કે પરોઢિયે સભા ભરી છે.
૩.    પોષ સુદિ બારશને દિવસે આ વચનામૃત ની વાત કરી છે મતલબ કે કડકડતી ઠંડી હોવા છતાં આ
       જરૂરી વાત માટે સભા ભરી છે.
૪.   શ્રીજી મહારાજને ધોળાં કપડાં ખૂબ પસંદ છે.
૫.   સભામાં ફક્ત પરમહંસ છે એટલે કે જો નીચેની વાત પરમહંસ માં દ્રઢ હશે તો સંતો, પાર્ષદો તથા
        હરિભક્તો માં આ વાતના પડઘા પડશે તથા તેઓનામાં આ વાતનો દ્રઢાવ થશે.

પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે,     પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે, માટે જેની આવી સમજણ હોય તેના હ્રદય માં  ભગવાન 
સર્વે  પ્રકારે  નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય જે, આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે તથા જેના વર્ષાવ્યા  મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞા એ કરીને સૂર્ય, ચન્દ્ર ઉદય -અસ્તપણાને  પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા  પાળ  વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે ને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દશ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધ્ધર જળ રાખી મૂકયું છે ને તેમાં ગાજવીજ થાય છે. એવાં અનંત આશ્ચર્ય છે તે સર્વે મુને મળ્યા એવા જે ભગવાન તેનાં કર્યાં જ થાય  છે  એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે આ ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ મને નહિ. અને પૂર્વે જે જે અનંત પ્રકાર  નાં આશ્ચર્ય થી ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ  થાશે  તે સર્વે મુને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે અને   વળી પોતે એમ સમજતો હોય જે,  ચહાય કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચહાય કોઈ ગમે તેવું અપમાન કરો, ચહાય કોઈ હાથીએ બેસારો, ચહાય કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસારો, તેમાં મારે સમભાવ છે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્ય્ભાવ રહે છે તથા સુવર્ણ નો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન-ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હ્રદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે, અને એવી સામર્થી યુક્ત થકો  પણ અન્ય જીવનાં માન-અપમાનને    સહન  કરે છે એ પણ મોટી સામર્થી છે, કાં જે સમર્થ થકા જરણા કરવી તે કોઇથી થાય નહિ; એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો છે જે પોતાના નેત્રમાં ભગવાન જોનારા છે તે બ્રહ્માંડ માં જેટલાં જીવ-પ્રાણી છે તેના નેત્રને પ્રકાશે છે, અને પોતાના પગમાં ચાલનારા જે ભગવાન તે બ્રહ્માંડ માં સર્વે જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષે છે, એમ એ સંતની ચૌદે ઇન્દ્રિયો દ્વારે કરીને બ્રહ્માંડ માં સર્વે જીવોની ઇન્દ્રિયોને સચેતન કરે છે, માટે એ સંત તો સર્વે જગતના આધાર રૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશે મોટયપ છે, ને એવી રીતના ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યું કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિધ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતમાં જીવ છે, તે ભગવાનના ભક્ત નથી; એ  તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. ને એવાની જે મોટયપ છે તે સંસારના માર્ગમાં છે જેમ સંસાર માં જેને ઘોડું ચઢવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો; અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ  પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશે રૂપવાન છે, ને આ વસ્ત્ર તો અતિશે સારું છે, અને આ મેડી તો ઘણી સારી છે, અને આ તુબડી તો અતિશે સારી છે, ને આ પાત્ર તો અતિશે સારું છે, એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા  છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થાશે કે નહિ થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગ માં હોય તેનું ય થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી, તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાં જે એ પાત્ર થયો નથી. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ || ૨૭ ||
મુકતો સૌને જય સ્વામિનારાયણ, 


જય જય shriji mharaj ne jem che tem olkhva mate prathamnun 27 mun vachnamrut samjiae.

જય જય જય સ્વામિનારાયણ  જય Shriji



બુધવાર, 25 મે, 2011

અવરભાવ અને પરભાવ એટલે શું?


અવરભાવ અને પરભાવ એટલે શું?
ઊત્તર :
અવરભાવ :
આપણી આંખે કરીને જે દેખાય છે પરંતુ ખરેખર એ સાચું નથી એનું નામ અવરભાવ... જેમ કે ચેક દેખાય છે કાગળીયું પરંતુ શું એ કાગળીયું જ છે? ના... એ જે આંખે કરીને કાગળીયું દેખાય છે એ ચેકનો અવરભાવ કહેવાય.
પરભાવ : આપણી આંખે કરીને જે દેખાતું નથી પરંતુ ખરેખર એ જ સાચુ છે. એનું નામ પરભાવ... જેમ કે ચેક દેખાય છે કાગળીયું પરંતુ એને સમજાય છે તો રૂપિયા જ. ભલે રૂપિયા દેખાતા નથી. પરંતુ સમજાય છે એ ચેકનો પરભાવ કહેવાય. 
અવરભાવના ત્રણ શબ્દો : ધ્યાન, ભજન ને ઉપાસના આ ત્રણ શ્રીજીમહારાજ માટે જ વપરાય. ધ્યાન, ભજન ને ઉપાસના આ ત્રણ શ્રીજીમહારાજનું જ થાય.   અનંતકોટિ બ્રહ્માંડમાં બીજા કોઇનું ન થાય. અવરભાવમાં કોઇ આપણા ગુરૂ હોય તેમનું પણ ધ્યાન, ભજન, ઉપાસના તો ન જ થાય. ધ્યાન, ભજન, ઉપાસના તો મૂળ મૂર્તિ સહજાનંદ સ્વામી,, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ વગેરેનું જ થાય.
પરભાવના ત્રણ શબ્દો : સ્વામી, દાતા, નિયંતા.
સ્વામી : અનંત મૂળઅક્ષરાદિના અન્વય સ્વરૂપે સ્વામી અને અનંત મુકતોના વ્યતિરેક સ્વરૂપે સ્વામી.
દાતા : અનંત મૂળઅક્ષરાદિકને એક કિરણ દ્વારે ઐશ્વર્યના દાતા અને અનંત મુકતોને વ્યતિરેક સ્વરૂપે સુખના દાતા.
નિયંતા : અનંત મૂળઅક્ષરાદિકનું અન્વયસ્વરૂપે નિયંત્રણ કરનાર અને મુકતોનું વ્યતિરેક સ્વરૂપે નિયંત્રણ કરનાર.

દેહભાવ ભુલવા માટેની ચાર લટકો કઇ છે? તથા તેનો કારણ સત્સંગની ભાષામાં અર્થ શું?


દેહભાવ ભુલવા માટેની ચાર લટકો કઇ છે? તથા તેનો કારણ સત્સંગની ભાષામાં અર્થ શું?
ઊત્તર : દેહભાવ ભૂલવા માટેની લટક ત્રણ છે.
૧) આત્મારૂપ ર) બ્રહ્મરૂપ (અક્ષરરૂપ) ૩) પુરૂષોત્તમરૂપ
૧) આત્મારૂપ :
પોતાના આત્માને દેહથી જુદો માને તે આત્માની લટક કહેવાય. હું આત્મા છું. દેહ નથી. સચ્ચિદાનંદરૂપ છું, સત્ય છું, દેહ મારૂં સ્વરૂપ નથી. આ લટક   પ્રમાણે કોણ વર્તે? તો જેને પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ન હોય તે આત્મારૂપે વર્તે. આત્મારૂપે વર્તવાથી દેહભાવ ભુલાય પરંતુ પ્રાપ્તિ  કંઇ ન થાય. કારણકે આત્મા તો માયિક છે. નિરાકાર છે. એનો કોઇ આકાર જ નથી. તો સુખ કોનું આવે? કેવી રીતે આવે? વળી એની પાસે નિશ્ચયરૂપી કે ઊપાસનારૂપી નિશાન જ નથી. માટે આ લટક આપણા માટે નકામી છે.
જે શ્રીજીમહારાજની સર્વોપરિ નિષ્ઠાવાળા હોય તે કાં તો પોતાને બ્રહ્મરૂપ માને કાં તો પોતાને પુરૂષોત્તમરૂપ માને.
ર) બ્રહ્મરૂપ :
જેને એકાંતિક કે પરમએકાંતિક મુકતનો જોગ થાય તે પોતાના આત્માને શ્રીજીમહારાજના તેજરૂપ (બ્રહ્મરૂપ) માને છે. જેનાથી દેહભાવ ભૂલાય અને   પરમએકાંતિકની સ્થિતિ થાય.


૩) પુરૂષોત્તમરૂપઃ
જેને સંકલ્પ સ્વરૂપનો (અનાદિમુકતનો) જોગ થયો હોય તે પોતાના આત્માને પુરૂષોત્તમરૂપ માને. આ લટકથી દેહભાવ ભૂલાય અને સીધી અનાદિમુકતની સ્થિતિ થાય.

કાર્ય સત્સંગ અને કારણ સત્સંગમાં ભેદ શું?


કાર્ય સત્સંગ અને કારણ સત્સંગમાં ભેદ શું?
ઊત્તર  : કારણમાં કારણ તો એક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. એ મૂર્તિને જ મુખ્ય રાખીને, એ મૂર્તિમાં જ જોડાવવા, મૂર્તિરૂપ થવા માટે જે સત્સંગ થાય તે કારણ  સત્સંગ કહેવાય અને એ સિવાયનો સત્સંગ બધો કાર્ય સત્સંગ છે. આ ભેદ આપણા બાપાશ્રીએ સમજાવ્યો છે. માટે બાપાશ્રીએ સમજાવેલા સર્વોપરિ સિધ્‍ધાંતોને અનુસરતો સત્સંગ એ જ કારણ સત્સંગ છે.
બાપાશ્રીએ સમગ્ર સંપ્રદાયને મહત્વના બે સિદ્ધાંતો આપ્યાં. જેમાં એક અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઇ સનાતન ભગવાન છે જ નહિ. બીજા જે ભગવાન કહેવાય છે એ આધુનિક ઇશ્વરો છે અને બીજું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ લેવા માટે મૂર્તિરૂપ થઇ અનાદિમુકતની સ્થિતિને પામવું ફરજીયાત છે. આ બે સિધ્‍ધાંતોને અનુસરતો સત્સંગ એ જ કારણ સત્સંગ છે. જયાં કેવળ ઉત્સવ, સમૈયા આદિક જે કાર્ય તેનું જ મહત્ત્વ હોય અને સ્વામિનારાયણ ભગવાનની શુધ્‍ધ ઉપાસના ન હોય એ જ કાર્ય સત્સંગ છે.