Pages

બુધવાર, 25 મે, 2011

કાર્ય સત્સંગ અને કારણ સત્સંગમાં ભેદ શું?


કાર્ય સત્સંગ અને કારણ સત્સંગમાં ભેદ શું?
ઊત્તર  : કારણમાં કારણ તો એક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. એ મૂર્તિને જ મુખ્ય રાખીને, એ મૂર્તિમાં જ જોડાવવા, મૂર્તિરૂપ થવા માટે જે સત્સંગ થાય તે કારણ  સત્સંગ કહેવાય અને એ સિવાયનો સત્સંગ બધો કાર્ય સત્સંગ છે. આ ભેદ આપણા બાપાશ્રીએ સમજાવ્યો છે. માટે બાપાશ્રીએ સમજાવેલા સર્વોપરિ સિધ્‍ધાંતોને અનુસરતો સત્સંગ એ જ કારણ સત્સંગ છે.
બાપાશ્રીએ સમગ્ર સંપ્રદાયને મહત્વના બે સિદ્ધાંતો આપ્યાં. જેમાં એક અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઇ સનાતન ભગવાન છે જ નહિ. બીજા જે ભગવાન કહેવાય છે એ આધુનિક ઇશ્વરો છે અને બીજું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ લેવા માટે મૂર્તિરૂપ થઇ અનાદિમુકતની સ્થિતિને પામવું ફરજીયાત છે. આ બે સિધ્‍ધાંતોને અનુસરતો સત્સંગ એ જ કારણ સત્સંગ છે. જયાં કેવળ ઉત્સવ, સમૈયા આદિક જે કાર્ય તેનું જ મહત્ત્વ હોય અને સ્વામિનારાયણ ભગવાનની શુધ્‍ધ ઉપાસના ન હોય એ જ કાર્ય સત્સંગ છે.

ટિપ્પણીઓ નથી: