Pages

મંગળવાર, 24 મે, 2011

શ્રીજી મહારાજના સર્વોપરીપણાના વિશિષ્ટ લક્ષણો :

૧.      અષ્ટાંગયોગ - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન,  
            ધારણા ને સમાધિ - સાધે ત્યારે  એક વખત સમાધિ થાય આવી દુર્લભ
        સમાધિ શ્રીજી મહારાજ સહેજે સહેજે કરાવતા. પશુ, પક્ષી,  માણસો, ભક્ત
        -અભક્ત .... આદિક અનંતાનંતને દર્ષ્ટિમાત્રે,  ચાખડીના અવાજેસોટી 
             અડાડીને તાળી પાડીને  આવી રીતે સહેજે સહેજે સમાધિ કરાવતા.
         તેમના  સંતો અને હરિભક્તો પણ સમાધિ  કરાવતા. પૂર્વે ઋષિમુનિઓ 
             તપ કરીને રાફડા થઇ ગયા છતાં  સમાધિ  નથી થઇ તેવી સમાધિ    
             શ્રીજીમહારાજ  અનંતાનંતને સહેજે સહેજે કરાવતા. વળી,
             શ્રીજી મહારાજ  અક્ષરધામ ની  સમાધિ  કરાવતા. આવી  નિર્વિકલ્પ 
         સમાધિ  તો શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈએ  કરાવી નથી અને
             કરાવી શકે પણ નહિ.
૨.          સમાધિમાં  અનંતાનંત અવતારોને પોતાની મૂર્તિ માં લીન કરી 
             દેખાડ્યા છે. 
૩.          કોઈ અવતારોએ પોતે પોતાનું નામ નથી પાડ્યુંજયારે શ્રીજી
            મહારાજે પોતાનું સર્વોપરી  એવું  સ્વામિનારાયણ નામ,
            પોતાની જાતે પાડ્યું છે. (સવંત ૧૮૫૮ માગશર  વદ એકાદશી -
            રામાનંદ  સ્વામીના  ચૌદમાના દિવસે ફણેણી મુકામે ...) વળી આ
            સ્વામિનારાયણ મહામંત્રનો સ્વમુખે અપાર મહિમા વર્ણવ્યો.
            (જે  સ્વામિનારાયણ  નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે...)
૪.         સ્વામિનારાયણ ભગવાને કદી હાથમાં શસ્ત્ર લઈને કોઈને માર્યા
            નથી, પરંતુ જોબનપગી  જેવા અનેક પાપના પર્વતોને, દૃષ્ટિમાત્રે
            કરીને ઓગાળી નાંખ્યા છે  અને આદર્શ ભક્તો કર્યાં છે. એટલે
            માણસને નથી માર્યા, પરંતુ એની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ,
            માન, રસાસ્વાદ આદિક અંત:શત્રુઓને માર્યા છે અને માણસને 
            તાર્યા છે.
૫.        સ્વામિનારાયણ ભગવાને પોતે બ્રહ્મચર્ય પાળ્યું છે અને પોતાના
             હજારો અનુયાયીઓને પળાવ્યું   છે. અત્યારના ઘોર કળીકાળ  માં
             સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે હજારો સંતો, હરિભક્તો અને
             સાંખ્યયોગી બાઈઓ બ્રહ્મચર્ય વ્રત પાળે છે. નિષ્કામી વર્તમાનની
             આટલી દ્રઢતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે તેવી બીજે ક્યાંય નથી.
૬.         સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા સ્વરૂપ સદાય પ્રગટ છે. પ્રતિમાને
             વિષે આવો પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે
             એવો ક્યાંય નથી. હજારો પરચા એવા છે કે પ્રતિમા સ્વરૂપે ભગવાને
             પ્રત્યક્ષ ભાવ જણાવ્યો હોય.
૭.         હજારો વર્ષો સુધી તાપ કરીને રાફડા થઇ જાય, વાયુ ભક્ષણ કરીને
             સુકાઈ જાય તોય આત્યંતિક મોક્ષ ન થાય ..... આત્યંતિક કલ્યાણની
             પ્રાપ્તિ સ્વામિનારાયણ ભગવાન અને એમના સતોએ સાવ ફ્દલ માં
             કરાવી. પશુ, પક્ષી, જીવ પ્રાણીમાત્ર, પામર, પતિત, અધમ, ભૂતયોનીને
             પામેલા હોય તેવા ........... અનંતાનંતના શ્રીજી મહારાજ અને તેમના 
             સંતોએ ફ્દલમાં કલ્યાણ કર્યા છે. અને પોતાના સંતો - મુકતો દ્વારા 
             આત્યંતિક કલ્યાણના સદાવ્રત ચાલુ રાખ્યા છે. 
૮.         એક સાથે   ૫૦૦ પરમહંસોને દિક્ષા આપી .... કોઈ અવતારોએ આ
             કાર્ય કર્યું નથી. આ પરમહંસો કંઈ ભૂખે મરતાં હોય, ગરીબ હોય,
             અભણ હોય, વધારાના હોય એવા નહોતા.
             બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં પોણો મણ સોનું શરીર પર ધારણ કરતા
             હતા. ૨૪ કળામાં પારંગત હતા. નિત્યાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં 
            બુંદેલખંડમાં,    દંતિયા   ગામના રાજા હતા. એક કરોડના આસામી 
             હતા. સોનાના સિગરામ માં બેસીને જાત્ર કરવા નીકળેલા. આવા એક 
             એક થી ચડે એવા ૫૦૦ - ૫૦૦ પરમહંસોને એક સાથે દિક્ષા આપી. 
             આવા ૩૦૦૦ સાધુ ઓ શ્રીજી મહારાજનું  ભજન કરતા હતા.
૯.         શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં પોતાના મંદિરો કર્યા. માંહી પોતાના
             સ્વરૂપો પધરાવ્યા. પોતાની હયાતીમાં પોતાનું ભજન - ભક્તિ કરાવ્યું.
             કોઈ અવતારોએ આ કાર્ય કર્યું નથી.
૧૦.        શ્રીજી મહારાજ અગાઉ દર્શન આપી ભક્તોને ધામમાં લઇ જતાં. કોઈને
             આયુષ્ય ન હોય તોય રાખે અને આયુષ્ય હોય તોય લઇ જાય. અરે ....
             કોઈના બદલે કોઈને ધામમાં લઇ જાય. આમ આત્માનો અદલો બદલો 
             પણ કરતા. આવું કાર્ય કોઈ અવતારોએ આ કાર્ય કર્યું નથી.
૧૧.        પુરાણની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં સર્વોપરી ભગવાનનાં લક્ષણો
             સ્વામિનારાયણ ભગવાન ની મનુષ્યરૂપ મૂર્તિને મળતા આવે છે. જેમ કે
             ચરણમાં સોળ ચીહ્ન, સવા ચોસઠ તસુની ઉંચાઈ, અનીયાલીન નાક, તિલ,
             ચીહ્ન વગેરે ઘણા લક્ષણો સ્વામિનારાયણ ભગવાન ને મળતા આવતા.  

ટિપ્પણીઓ નથી: