Pages

બુધવાર, 25 મે, 2011

સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી કેવી રીતે સમજવા?


સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી કેવી રીતે સમજવા?
ઊત્તર :  સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી સમજવા માટે નીચે મુજબ ત્રણ પ્રકારના અવતારની રીતને સમજવી પડે.
૧) ઐશ્વર્યાવેશ અવતાર :
- શ્રીજીમહારાજના ઐશ્વર્યનો (અન્વય શકિતનો) જેમનામાં આવેશ (આવિર્ભાવ) થયો હોય તેને ઐશ્વર્યાવેશ અવતારો કહેવાય.
મૂળઅક્ષરથી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, શિવ (મહેશ)... સુધીના અનંતાનંત અવતારો ઐશ્વર્યાવેશ અવતારો ગણાય.
- તેઓ કેવી રીતે થયા?... તો શ્રીજીમહારાજની સત્તાથી (કિરણથી) થયા અને એક કિરણની સત્તાના આધારે રહ્યા છે.
- તેમનું કાર્ય શું ?... તો ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનું....
ર) મુકતાવતાર :
- શ્રીજીમહારાજના વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા પરમ એકાંતિકમુકતોને મુકતાવતાર કહેવાય.
મુકતાવતારમાં એકલા પરમ એકાંતિક મુકતો જ આવે. અનાદિમુકતો ન આવે. કારણકે અનાદિમુકતો તો મૂર્તિમાં જ છે. મૂર્તિમાંથી બહારા આવતાં જ નથી. જયારે પરમ એકાંતિક મુકતોને મહારાજ પોતાની નિષ્ઠા કરાવવા અવરભાવમાં લાવે છે. (આપણને એવું દેખાય છે.)
- તેઓ કેવી રીતે થયા ?... તો વ્યતિરેક સ્વરૂપના સંબંધથી થયા અને સંબંધના આધારે રહ્યા છે.
- તેમનું કાર્ય શું ?... તો મહારાજની નિષ્ઠા કરાવવાનું.
૩) સંકલ્પાવતાર :
- શ્રીજીમહારાજનું વેશાંતરભાવે દેખાતું સ્વરૂપ તેને કહેવાય સંકલ્પાવતાર અથવા સંકલ્પ સ્વરૂપ.
આમ, સંકલ્પાવતાર એટલે મહારાજ પોતે જ. પણ બીજા સ્વરૂપે.
- તેઓ કેવી રીતે થયા ?... તો મહારાજ પોતે જ છે. એટલે આમાં એવું ન આવે.
- તેમનું કાર્ય શું ?... તો અનાદિમુકતની લટક આપવાનું.
આમ, ઐશ્વર્યાવેશ અવતાર અને મુકતાવતાર આ બંને અવતારના અવતારી અને ત્રણેય પ્રકારના અવતારની રીતને સમજે તો શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી સમજયા કહેવાય.
અન્વય સ્વરૂપના અનંતાનંત અવતારો શ્રીજીમહારાજની અન્વયશકિત (એક કિરણ)ની સત્તાથી થયા છે અને એક કિરણની સત્તાના આધારે રહ્યા છે. કોઇને પોતાનો આગવો પાવર નથી અને અનંત મુકતાવતારો (પરમએકાંતિક મુકતો) શ્રીજીમહારાજના સંબંધથી થયા છે અને સંબંધના આધારે રહ્યા છે. આમ અનંતકોટી બ્રહ્માંડમાં કોઇની પાસે પોતાનું ચપટી ય નથી. બધું શ્રીજીમહારાજનું જ છે.
અનંતાનંત ઐશ્વર્યાવેશ અવતારોના શ્રીજીમહારાજ એક કિરણ દ્વારે ઉપરી અને મુકતાવતારના ડાયરેકટ વ્યતિરેક સ્વરૂપે ઉપરી... અને     સંકલ્પાવતારની રીતને જાણે... ત્યારે શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી યથાર્થ સમજયા કહેવાય

ટિપ્પણીઓ નથી: