અવરભાવ અને પરભાવ એટલે શું?
ઊત્તર :
અવરભાવ : આપણી આંખે કરીને જે દેખાય છે પરંતુ ખરેખર એ સાચું નથી એનું નામ અવરભાવ... જેમ કે ચેક દેખાય છે કાગળીયું પરંતુ શું એ કાગળીયું જ છે? ના... એ જે આંખે કરીને કાગળીયું દેખાય છે એ ચેકનો અવરભાવ કહેવાય.
ઊત્તર :
અવરભાવ : આપણી આંખે કરીને જે દેખાય છે પરંતુ ખરેખર એ સાચું નથી એનું નામ અવરભાવ... જેમ કે ચેક દેખાય છે કાગળીયું પરંતુ શું એ કાગળીયું જ છે? ના... એ જે આંખે કરીને કાગળીયું દેખાય છે એ ચેકનો અવરભાવ કહેવાય.
પરભાવ : આપણી આંખે કરીને જે દેખાતું નથી પરંતુ ખરેખર એ જ સાચુ છે. એનું નામ પરભાવ... જેમ કે ચેક દેખાય છે કાગળીયું પરંતુ એને સમજાય છે તો રૂપિયા જ. ભલે રૂપિયા દેખાતા નથી. પરંતુ સમજાય છે એ ચેકનો પરભાવ કહેવાય.
અવરભાવના ત્રણ શબ્દો : ધ્યાન, ભજન ને ઉપાસના આ ત્રણ શ્રીજીમહારાજ માટે જ વપરાય. ધ્યાન, ભજન ને ઉપાસના આ ત્રણ શ્રીજીમહારાજનું જ થાય. અનંતકોટિ બ્રહ્માંડમાં બીજા કોઇનું ન થાય. અવરભાવમાં કોઇ આપણા ગુરૂ હોય તેમનું પણ ધ્યાન, ભજન, ઉપાસના તો ન જ થાય. ધ્યાન, ભજન, ઉપાસના તો મૂળ મૂર્તિ સહજાનંદ સ્વામી,, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ વગેરેનું જ થાય.
પરભાવના ત્રણ શબ્દો : સ્વામી, દાતા, નિયંતા.
સ્વામી : અનંત મૂળઅક્ષરાદિના અન્વય સ્વરૂપે સ્વામી અને અનંત મુકતોના વ્યતિરેક સ્વરૂપે સ્વામી.
દાતા : અનંત મૂળઅક્ષરાદિકને એક કિરણ દ્વારે ઐશ્વર્યના દાતા અને અનંત મુકતોને વ્યતિરેક સ્વરૂપે સુખના દાતા.
નિયંતા : અનંત મૂળઅક્ષરાદિકનું અન્વયસ્વરૂપે નિયંત્રણ કરનાર અને મુકતોનું વ્યતિરેક સ્વરૂપે નિયંત્રણ કરનાર.

1 ટિપ્પણી:
જય શ્રી સ્વામીનારાયણ...
વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ સર્વનું કલ્યાણ કરે...
ટિપ્પણી પોસ્ટ કરો