Pages

બુધવાર, 25 મે, 2011

શિક્ષાપત્રી


 ભગવાન સ્‍વામિનારાયણ પ્રસ્થાપીત સ્વામિનારાયણ સંપ્રદાય એ વર્તનનો સંપ્રદાય છે. જેમાં વાણી, વિચાર અને વર્તન આ ત્રણની સામ્‍યતા દર્શીત થાય છે. આ સંપ્રદાય માટે ભગવાન સ્વામિનારાયણના કેટલાક ઉચ્ચ આદર્શો, સંકલ્‍પો અને અભિગમ હતા અને આજે પણ એ જીવંત છે અને યાવદ્ચંદ્રદિવાકરો જીવંત રહેશે. પરંતુ એના માટે જરૂર પડે છે. કોઇક બંધારણની કે જે બંધારણમાં રહી સમગ્ર ભક્ત સમાજ અને સંત સમાજ ભગવાન સ્વામિનારાયણના ઉચ્ચ આદર્શો, સંકલ્‍પો અને અભિગમ મુજબનું દિવ્યજીવન જીવે.
       આજ્ઞા અને ઉપાસના આ બે પાયા ઉપર રચાયેલા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાના ઉચ્ચ આદર્શો અને સંકલ્‍પોને યાવદચંદ્રદિવાકરો જાળવી રાખવા ભગવાન સ્વામિનારાયણે સંવત ૧૮૮૨ મહા સુદ ૫ને વસંત પંચમીના શુભ દિવસે વડતાલ ગામે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ તૈયાર કર્યું. જેને ‘શિક્ષાપત્રી’ એવું શુભ નામ આપ્યું.
       શિક્ષાપત્રીનો સરળ ભાષામાં અર્થ શિખામણની પત્રી એવો થાય છે. આ શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઇએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે... વર્તવાની શિખ આપી છે. પરંતુ ઉપાસનાલક્ષી વચનો શ્રીજીમહારાજે પોતાના સ્વમુખવાણી વચનામૃત ગ્રંથમાં કહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને યથાર્થ ઓળખવા માટે તો એક માત્ર વચનામૃત ગ્રંથ છે.. એટલે જ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં પોતાના ભક્તોને આજ્ઞા કરી છે. “ભગવાનનું (અમારું) સ્વરૂપ તો અમારા શાસ્‍ત્રોમાંથી (વચનામૃતમાંથી) જ ઓળખાય તેમ છે. માટે અમારા ભક્તોએ અમારા રચાયેલા શાસ્‍ત્રોમાંથી ઉપાસનાની દ્રઢતા કરવી. ” આમ શ્રીજીમહારાજે આજ્ઞારૂપી પાયાનું બંધારણ ‘શિક્ષાપત્રી’માં જણાવ્યું છે અને પોતાની ઉપાસનારૂપી પાયો વચનામૃત ગ્રંથમાં વિશેષ લખ્‍યો છે. શ્રીજીમહારાજે ગ.મ.૧૩માં વચનામૃતમાં કહ્યા મુજબ શાસ્‍ત્રમાં તો આવી વાતો ઘણી લખી.”

ટિપ્પણીઓ નથી: