વાચક મિત્રો,
સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ થવાના છ હેતુમાંથી એક હેતુ હતો : સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને જ્ઞાન પ્રવર્તાવવું. નિષ્કુળાનંદ સ્વામી ને રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે
જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ છે મોટા વળી એથી
આ છે અવતારના અવતારી, ઘણું શું કહું વિસ્તારી.
રામાનંદ સ્વામીએ તો તે સમયે અગમ વાણી ઉચ્ચારી હતી અને જયારે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને અક્ષર ઓરડીમાં બોલાવીને યાદ અપાવી કે સ્વામી આપણે અક્ષરધામમાંથી અનંત મુકતો ને લઈને આ લોકમાં શા હેતુ થી આવ્યા છીએ એ જાણો છો? ગોપાળાનંદ સ્વામીએ જયારે ના પાડી ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે છ હેતુ બતાવ્યા અને તેમાંનો એક હેતુ ઉપર લખ્યો છે તે મુજબ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને જ્ઞાન પ્રવર્તાવવા. હવે જો ગોળ ને ખોલ ભેગું કૂટ્યા કરીશું તો મુમુક્ષોને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના કેમ સમજાશે?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો