સગુણપણું અને નિર્ગુણપણું એનો અર્થ શું સમજવો?
ઊત્તર : ગઢડા મધ્યનું ૪ર અને કારિયાણીનું ૮... આ બંને વચનામૃતમાં સગુણપણું અને નિર્ગુણપણું સમજાવેલું છે. સગુણપણું અને નિર્ગુણપણું શ્રીજીમહારાજનું નથી પરંતુ શ્રીજીમહારાજના તેજની એક કિરણનું છે.
ઊત્તર : ગઢડા મધ્યનું ૪ર અને કારિયાણીનું ૮... આ બંને વચનામૃતમાં સગુણપણું અને નિર્ગુણપણું સમજાવેલું છે. સગુણપણું અને નિર્ગુણપણું શ્રીજીમહારાજનું નથી પરંતુ શ્રીજીમહારાજના તેજની એક કિરણનું છે.
સગુણપણું : શ્રીજીમહારાજના તેજની એક કિરણ મૂળઅક્ષરથી માંડીને જીવપ્રાણીમાત્રને ઉત્તરોતર ધરી રહી છે તે સગુણપણું કહેવાય.
નિર્ગુણપણું : શ્રીજીમહારાજના તેજની એક કિરણ ભાગરૂપે મૂળઅક્ષરથી માંડીને જીવપ્રાણીમાત્રમાં ઉત્તરોત્તર વ્યાપીને રહી છે તે નિર્ગુણપણું કહેવાય.
સમજૂતી : જીવકોટી સુધીના મૂળપુરૂષના તેજની એક કિરણના આધારે છે... આવા અનંત મૂળપુરૂષ, વાસુદેવબ્રહ્મના તેજની એક કિરણના આધારે છે. આવા અનંત મૂળઅક્ષરો... શ્રીજીમહારાજના તેજની એક કિરણના આધારે છે. આ તેજની એક કિરણ કે જેના આધારે અનંતાનંત મૂળઅક્ષરોથી માંડી જીવપ્રાણીમાત્ર ઉત્તરોત્તર રહેલા છે. તે તેજના કિરણનું સગુણપણું કહેવાય.
શ્રીજીમહારાજના તેજની એક કિરણ અનંત મૂળઅક્ષરોમાં વ્યાપીને રહી છે. તેમાંના એક મૂળઅક્ષરના તેજની એક કિરણ દ્વારે અનંત વાસુદેવબ્રહ્મમાં વ્યાપીને રહી છે. આવી રીતે ઉત્તરોત્તર જીવપ્રાણીમાત્ર સુધીમાં વ્યાપીને રહી છે તે તેજની એક કિરણનું નિર્ગુણપણું કહેવાય.
આમ, ધરીને રહ્યું તે સગુણપણું અને વ્યાપીને રહ્યું તે નિર્ગુણપણું. શ્રીજી મહારાજનું નહિ, આખા તેજનું નહિ, તેજની એક કિરણનું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો