મોક્ષ અને આત્યાંતિક મોક્ષ બંનેનો ભેદ
ઊત્તર : મોક્ષના પ્રકાર અનંત છે. જમપુરીથી છૂટે એનેય મોક્ષ કહેવાય, સ્વર્ગની પ્રાપ્તિ થાય એનેય મોક્ષ કહેવાય. એથી પર જે તે અવતારોનાં ધામની પ્રાપ્તિ તે પણ મોક્ષ કહેવાય. મૂળ માયાથી છૂટે એનેય મોક્ષ કહેવાય. આમ મોક્ષના તો અનંત પ્રકાર છે. પરંતુ શ્રીજીમહારાજની પ્રાપ્તિ થાય.. અને ફરીથી આવવાનું રહે જ નહીં - તેનું નામ આત્યાંતિક કલ્યાણ (મોક્ષ) કહેવાય. આત્યાંતિક કલ્યાણ એ જ કલ્યાણ છે. બીજા કલ્યાણના ટપ્પાં છે.

આવું આત્યાંતિક કલ્યાણ કેવી રીતે થાય? તો કારિયાણીના ૭માં વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, પ્રત્યક્ષ પુરૂષોત્તમ ભગવાનને (સ્વામિનારાયણ ભગવાનને) વિષે જે દ્રઢ નિષ્ઠા તે જ આત્યાંતિક કલ્યાણ. ગઢડા મધ્યના ૮મા વચનામૃતમાં કહ્યું છે કે, પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમપદ.
શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું એ જ પ્રાપ્તિ , એ જ કલ્યાણ. જેને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિ નિષ્ઠા દ્રઢ થાય અને પ્રતિમાને વિષે પ્રગટભાવ દ્રઢ થાય જે, આ જ અક્ષરધામનું દિવ્ય તેજોમય સ્વરૂપ મને મળ્યું છે. આવી સમજણ થાય તે છતે દેહે મૂર્તિસુખમાં જ છે - એને મરીને પછી મૂર્તિમાં જવાનું રહેતું નથી કે ફેર જન્મ ધરવાનો રહેતો નથી. આનું નામ આત્યાંતિક કલ્યાણ. આવું આત્યાંતિક કલ્યાણ થાય કેવી રીતે? તો શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખાવનાર સાચા અનુભવી સત્પુરૂષ મળે તો ઓળખાય અને જેમ છે તેમ એમ સર્વોપરિ, સર્વ અવતારના અવતારી સમજાય તો જ આત્યાંતિક મોક્ષ થાય, નહીં તો ન જ થાય. ગઢડા મધ્યનું ૯, મધ્યનું ૧૩, પંચાળાનું ૭ વગેરે વચનામૃતમાં શ્રીજીમહારાજે બહુ સરસ વાત કરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો