પ્રત્યક્ષપણે નિશ્ચય એટલે શું?
ઊત્તર : શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ છે. આ મૂર્તિમાં જ (આ સ્વરૂપમાં જ) અક્ષરધામ, અનંત મુક્તો, ઐશ્વર્ય, સામર્થી, લાવણ્યતા બધુ રહેલું છે એમ સમજવું તેનું નામ પ્રત્યક્ષપણે નિશ્ચય.
ઊત્તર : શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ છે. આ મૂર્તિમાં જ (આ સ્વરૂપમાં જ) અક્ષરધામ, અનંત મુક્તો, ઐશ્વર્ય, સામર્થી, લાવણ્યતા બધુ રહેલું છે એમ સમજવું તેનું નામ પ્રત્યક્ષપણે નિશ્ચય.
સમજૂતી : સંપ્રદાય આખો સામાન્ય રીતે એમ સમજે છે કે, અક્ષરધામ અધ્ધર છે આકાશમાં. અને આ પ્રતિમાસ્વરૂપે ભગવાન પ્રગટ ખરા પણ જેવું અક્ષરધામમાં તેજોમય સ્વરૂપ છે તેવું આ નહિ. પણ એ અણસમજણ છે, અજ્ઞાન છે.
અક્ષરધામ એટલે શું? તો મહારાજની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ (પંચાળાનું ૧લું અને બીજા ઘણાં વચનામૃતમાં તેજને અક્ષરધામ નામે કહેલ છે.) હવે, મૂર્તિમાંથી નીકતો તેજનો સમુહ કયાં હોય? તો જ્યાં મૂર્તિ હોય ત્યાં જ... તો પ્રતિમાસ્વરૂપે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ હોય તો... તેજનો સમૂહ આ મૂર્તિ ભેળો હોય કે નહિ? હોય.... તો અક્ષરધામ અધ્ધર, આકાશમાં ક્યાં રહ્યું? તો અહીં આવી ગયું કે નહિ? તો આ મૂર્તિમાં અનંત અનાદિમુક્તો હોય કે નહિ? હોય જ... તો અનંત, ઐશ્વર્ય, સામર્થી, લાવણ્યતા,.... બધું જ આ મૂર્તિમાં હોય કે નહિ? હા, હોય જ, તો હવે આકાશમાં કે અધ્ધર જોવાનું ક્યાં રહ્યું? અધ્ધર કશું નથી. બધું આ મૂર્તિમાં જ છે. મનુષ્યભાવ કે પ્રતિમાભાવ આપણને દેખાય છે. ભગવાન મનુષ્ય જેવા કે પ્રતિમા જેવા થયા નથી. એ તો દિવ્ય તેજોમય જ છે. અક્ષરધામમાં જ છે.
આમ, પ્રતિમાસ્વરૂપે દર્શન આપતા ઘનશ્યામ મહાપ્રભુની મૂર્તિ કે તે પછી ગમે તે મંદિરની હોય, કે ગમે તેના ઘરની હોય, પરંતુ એ મૂર્તિ એ ફોટો કે પ્રતિમા નથી. પરંતુ સાક્ષાત દિવ્ય તેજોમય સ્વરૂપ જ છે. અને અક્ષરધામ, અનંતમુક્તો, ઐશ્વર્ય, સામર્થી, લાવણ્યતા બધું જ એ સ્વરૂપમાં જ ચી એમ સમજ્વું તે પ્રત્યક્ષપણે નિશ્ચય કહેવાય. (અચળમતિ, દ્રઢનિશ્ચય, અતિ દ્રઢ આશરો... વગેરેનું આ જ રૂપ છે.)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો