નિશ્ચયના પ્રકાર કેટલા અને કયા કયા ?
ઊત્તર : ખરેખર નિશ્ચયનો પ્રકાર એક જ હોય પરંતુ ભકતની સમજણના ભેદને કારણે નિશ્ચયના જુદા જુદા પ્રકાર કહેવા પડે છે. પરંતુ ખરો નિશ્ચય તો એક જ હોય.
ઊત્તર : ખરેખર નિશ્ચયનો પ્રકાર એક જ હોય પરંતુ ભકતની સમજણના ભેદને કારણે નિશ્ચયના જુદા જુદા પ્રકાર કહેવા પડે છે. પરંતુ ખરો નિશ્ચય તો એક જ હોય.
લોયાના ૧રમા વચનામૃતમાં નિશ્ચયના ૬ પ્રકાર કહ્યા છે. જેની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં બાપાશ્રીએ આ ૬ પ્રકારના નિશ્ચય સમજાવ્યા છે અને સાતમો નિશ્ચય સમજવ્યો છે, તેનું રૂપ નીચે પ્રમાણે છે.
નિશ્ચયના મુખ્ય બે પ્રકાર છે.
(૧) સવિકલ્પ (ર) નિર્વિકલ્પ
આ બંનેના પેટા ત્રણ પ્રકાર છે.
(૧) કનિષ્ઠ (ર) મધ્યમ (૩) ઊત્તમ.
આ બંનેના પેટા ત્રણ પ્રકાર છે.
(૧) કનિષ્ઠ (ર) મધ્યમ (૩) ઊત્તમ.
હવે ૭ પ્રકારના નિશ્ચય સમજીએ.
| (૧) | કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને વિષ્ણુ ને વૈરાજનારાયણ જેવા જાણે તો તેને કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય ખોટો છે કારણકે શ્રીજીમહારાજ એના જેવા નથી અને આ નિશ્ચયવાળા પણ ખોટા છે. એમનું કલ્યાણ થાય નહિ, એમની સાથે જોડાય તેનું પણ કલ્યાણ થાય નહિ. |
| (૨) | મધ્યમ સવિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને અહંકાર ને મહત્તત્ત્વ જેવા જાણે તો તે મધ્યમ સવિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય પણ ખોટો છે. કારણકે શ્રીજીમહારાજ એવા નથી. આમ, આ નિશ્ચય પણ ખોટો, નિશ્ચયવાળા ય ખોટા ને એની જોડે જોડાય એ ય ખોટા, એકેયનું કલ્યાણ થાય નહિ. |
| (૩) | ઉત્તમ સવિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને પ્રધાનપુરૂષ (રામચંદ્રજી) જેવા જાણે તો તે ઉત્તમ સવિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય ખોટો છે. કારણકે શ્રીજીમહારાજ એના જેવા નથી. આમ આ નિશ્ચય પણ ખોટો. નિશ્ચયવાળા ય ખોટાને એની સાથે જોડાય તે પણ ખોટા. એકેયનું કલ્યાણ થાય નહિ. આમ, શ્રીજીમહારાજને માયામાં રહેલા અવતારો જેવાં જાણે તેને સવિકલ્પ નિશ્ચય કહેવાય અને માયાથી પર જાણે તો તેને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. |
| (૪) | કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને મૂળપુરૂષ (શ્રી કૃષ્ણ) ને નરનારાયણ જેવા જાણે તો તે કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય પણ ખોટો છે. કારણકે શ્રીજીમહારાજ એવા નથી. આથી આ નિશ્ચય પણ ખોટો. નિશ્ચયવાળા ય ખોટા ને એની સાથે જોડાય તે ય ખોટા. એકેયનું કલ્યાણ ન થાય. |
| (૫) | મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને વાસુદેવબ્રહ્મ અને મૂળઅક્ષર જેવા જાણે તો તે મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય પણ ખોટો છે કારણકે શ્રીજીમહારાજ એવા નથી. આ નિશ્ચયવાળા ય ખોટા ને એમની સાથે જોડાય તે પણ ખોટા. એકેયનું કલ્યાણ ન થાય. જ્યાં સુધી શ્રીજીમહારાજને જેમ છે તેમ સર્વોપરિ, સર્વ અવતારના અવતારી ન સમજે ત્યાં સુધી આત્યાંતિક કલ્યાણ થાય જ નહિ. |
| (૬) | ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને સર્વોપરિ, સર્વઅવતારના અવતારી જાણે અને પોતાના આત્માને બ્રહ્મરૂપ (શ્રીજીમહારાજના તેજરૂપ) માને તો તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય સાચો છે. પૂરો છે. પરંતુ લટક અધૂરી છે. કારણકે આ લટક પ્રમાણે વર્તવાથી પરમએકાંતિકની સ્થિતિ થાય. આ સ્થિતિ પૂરી નથી. હજુ આગળ અનાદિની સ્થિતિ બાકી રહે. આથી આ નિશ્ચય સાચો છે પરંતુ લટક અધૂરી છે. |
| (૭) | અતિ ઊત્તમ નિર્વિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને જેમ છે તેમ સર્વોપરિ, સર્વ અવતારના અવતારી જાણે અને પોતાના આત્માને પુરૂષોત્તમરૂપ માને તો તેને અતિ ઊત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય સાચો છે, પૂરો છે. લટક પણ પૂરી છે. કારણકે આ નિશ્ચયથી અનાદિમુકતની સ્થિતિ થાય છે જે છેલ્લી સ્થિતિ છે. |
આ છેલ્લો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સમજાવ્યો છે. નિશ્ચય તો પહેલેથી છે જ. જેમ કે, દરરોજ સંધ્યા આરતી પછી બોલાતી પ્રાર્થનામાં આવે છે કે, "નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય તવ ઘનશ્યામ..." વળી, "ધર્મકુંવર હરિકૃષ્ણજી તમે ભકિત પતિ ભગવાન" એ પ્રાર્થનામાં પણ પ્રેમાનંદ સ્વામીએ માંગ્યું છે કે, "નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય થાય તમારો" આમ આ સાતમો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય પહેલેથી છે જ પણ તેને જેમ છે તેમ સમજાવ્યો બાપાશ્રીએ.
આ અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે જ અનાદિમુકતની લટક.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો