Pages

મંગળવાર, 14 જૂન, 2011

સનાતન ભગવાન અને આધુનિક ભગવાન

સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે.  સર્વોપરી ભગવાન એક જ હોય.  જે ભગવાન એક જ હોય અને કોઈની સત્તાથી ના થયા હોય તેને સનાતન ભગવાન કહેવાય. અને જે ભગવાન કોઈની સત્તાથી થયા હોય તેને કહેવાય આધુનિક ભગવાન. એટલે કે ભગવાનના બે પ્રકાર થયા. આ વાત કોઈ વચનામૃત માં લખી છે?  તો જવાબ છે હા. આ વાત સ્વામિનારાયણ ભગવાને અમદાવાદ ના ૭ સાતમા વચનામૃત માં કરી છે. સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી ને પૂછે છે કે તમે સનાતન ઈશ્વર છો કે  આધુનિક ઈશ્વર છો? ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ ને ઉત્તર ન કર્યો. પૂ.  ગુરુજી ની કથા માં આવે છે કે રામાનંદ સ્વામી એ જેઓ અવરભાવ માં ગુરુ હતા એટલે તેમને નીલકંઠ વર્ણીને આજ્ઞા કરી  હતી કે  તમારે મારી  હયાતી માં કોઈ પરચા ચમત્કાર કરવા નહિ.  
હવે સવાલ એ થાય છે કે આ વાત ક્યાં અનુસંધાન માં કરવામાં આવી?
તો આ માટે આપડે વચનામૃત અમદાવાદનું ૭ મું જોઈશું:

વચનામૃત અમદાવાદનું ૭ મું 

સંવત ૧૮૮૨ ના ફાગણ  વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણ ના મંદિર ને વિષે દરવાજા ના મેડા ઉપર વાસુદેવ  માહાત્મ્ય  વંચાવે છે. પછી ઊઠીને  દરવાજા  પાસે લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર સંધ્યા  સમે  વિરાજમાન થયા છે અને  મસ્તક  ઉપર  ગુલાબી  રંગની પાઘ બાંધી છે ને તેમાં ગુલાબના   તોરા  ખોસ્યા છે ને ગુલાબના હર પહેરીને ગરકાવ થયા છે  ને શ્વેત પછેડી ઓઢી છે ને શ્વેત સુરવાલ  પહેર્યો છે ને  ઉગમણે    મુખારવિંદે   વિરાજમાન છે  ને પોતાના મુખારવિંદના આગળ  મુનિ તથા  દેશદેશના હરી ભક્તની સભા ભરાઈને બેઠી છે. 

વિવેચન:
વાચક મિત્રો ઉપરોક્ત ફકરો વાંચતા નીચેની વાતો ફલિત થાય છે:

૧.       ખુબ જ મહત્વની વાત કહેવી છે એટલે સંધ્યા સમય પસંદ કર્યો છે.
૨.       ઘણા માણસો (હિરણ્યક્શીપુ જેવા) અમુક વાતને દિવસે પણ ના માને કે
          રાત્રે પણ  માને નહિ.  તેવા  માણસો માટે આ સંધ્યા સમય લાલબત્તી
           સમાન છે.
૩.       અમદાવાદના ૭ મા વચનામૃત માં કરેલી વાત કેટલી બધી મહત્વની છે
           તેનો ખ્યાલ  સંપ્રદાય માં   બધાને આવે તો કેટલું સારું?
૪.      શ્રીજી મહારાજ આ વાત કરવા માટે કેટલા બધા આતુર છે અને ખુશ છે
          તે વાત નો  ખ્યાલ આવે  છે ગુલાબી પાઘ, ગુલાબના તોરા અને ગુલાબના
          હારથી.  સ્વામિનારાયણ ભગવાન ગુલાબના   હાર પહેરી ગરકાવ કહેતાં મસ્ત
          બન્યા છે.
૫.      આ વાતની જરૂર બધાને છે એટલે સભામાં સંતો તથા હરિભક્તો બંને છે.

( હિરણ્યક્શીપુ જેવા રાક્ષસી  પ્રકૃતિના માણસ કે જે પોતે રાતે પણ નથી મરવાનો અને દિવસે પણ નથી મરવાનો અને એ મગરૂબી માં અત્યાચાર કરતો રહે છે, પોતાના સગા દીકરાને પણ છોડતો  નથી,  એવા   નરાધમ માણસ માટે નૃસિંહ ભગવાને સંધ્યા સમય પસંદ કર્યો હતો અને   હિરણ્યક્શીપુ પાસે જ બોલાવ્યું હતું કે અત્યારે દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી અને તેનો સંહાર કર્યો હતો. - કહેવાનો મતલબ   એ જ  છે કે આ વચનામૃત માં  સ્વામિનારાયણ ભગવાને કરેલી વાત કે મારા સિવાય કોઈ સનાતન ભગવાન નથી એ વાત જો કોઈના સમજમાં ન આવે તો તેને માટે કયો સમય પસંદ કરવો? )

તે  સમે પ્રાગજી દવેએ મુનિઓને પ્રશ્ન પૂછ્યો જે, ભગવાનને વિષે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે  કહો .   

વિવેચન:

વાચક મિત્રો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે તથા ખુબ જ માર્મિક પ્રશ્ન છે. પ્રશ્ન માં ઘણો તર્ક છે. પ્રથમ તો પ્રશ્ન સમજવો ખૂબ જરૂરી છે.  ભગવાન ને વિષે - અહિં કયા ભગવાન એ સ્પષ્ટતા નથી કરી. ખરેખર સનાતન ભગવાન એ જ ભગવાન છે. અને સનાતન ભગવાન એક જ છે અને તે છે સ્વામિનારાયણ ભગવાન. બાકી બીજા બધા ભગવાન કહેવાતા ભગવાન છે મતલબ કે આધુનિક ભગવાન છે.
પ્રશ્ન નો બીજો મુદ્દો છે કે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો.  - આ વાતમાં પણ ત્રણ પોઈન્ટ છે:
૧.  મન જ સંકલ્પ વિકલ્પ ના ઘાટ ઘડે છે. આ ભગવાન હશે કે નહિ હોય? ભગવાન આવા હોય?  વિ.
૨.  વ્યભિચાર એટલે શું?  અવરભાવ માં અથવા વ્યવારિક દ્રષ્ટિ એ વ્યભિચાર એટલે પુરુષ એક કરતાં
     વધુ સ્ત્રી સાથે અને  સ્ત્રી એક કરતાં વધુ પુરુષ સાથે શારીરિક સંબંધ રાખે તે. અહિં આ અર્થ માં
     વ્યભિચાર ની વાત નથી. અહિં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજાને સનાતન ભગવાન સમજવો
     અને તેનો ભાર રાખવો તેને વ્યભિચાર કહ્યો છે.
૩.  થોડો સમય ભગવાનનો નિશ્ચય રાખવો અને થોડો સમય વ્યભિચાર કરવો એમ ના ચાલે એટલે પ્રશ્ન
    માં પૂછ્યું કે કોઈ કાળે ન પામે તે કહો. મતલબ કે કાયમ માટે ભગવાનનો નિશ્ચય રહે, નિશ્ચય માં
    અનિશ્ચય  ના ઘાટ ના થાય તો જ કોઈ કાળે ન પામે તેમ કહેવાય.

મુકતો, પ્રશ્નને ખરેખર કહેવો હોય પૂછવો હોય તો આ રીતે પુછાય:  હે ભગવાન તમે જ ભગવાન છો અને બીજો કોઈ ભગવાન નથી એવો દ્રઢ નિશ્ચય કાયમ કેમ રહે તે કહો.  

હવે પ્રશ્ન પૂછ્યો છે મુનિઓને અને તરત જ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એનો ઉત્તર તો અમે કરશું. શ્રીજી મહારાજ શો ઉત્તર કરે છે તે આપડે જોઈશું:

ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો અમે કરશું એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે, અમે ગામ   પિંપલાણામાં લાધા બ્રાહ્મણને ઘેર રામાનંદ સ્વામીને એમ પૂછ્યું હતું જે
તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? 
ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ ને ઉત્તર ન કર્યો, ત્યાર પછી અગણોતેરા કાળમાં અમે માંદા થયા  હતા ત્યારે અમે ક્ષીરસાગરને વિષે શેષશય્યાને વિષે શેષશાયી નારાયણ સૂતા છે  ત્યાં ગયા. ત્યારે ત્યાં અમે રામાનંદ સ્વામીને જોયા તે ધોળી ધોતી પહેરી હતી ને પછેડી ઓઢી હતી ને એવા બીજા પણ ઘણાક શેષશાયી નારાયણના ચરનાર્વિંદને સમીપે બેઠા હતા તેને અમે જોયા ત્યારે અમે નારાયણને કહ્યું જે આ રામાનંદ સ્વામી તે કોણ છે? પછી નારાયણે કહ્યું જે એ તો બ્રહ્મવેતા છે. પછી રામાનંદ સ્વામી તો નારાયણના શરીરને વિષે લીન થયા ત્યાર પછી અમે દેહને વિષે આવ્યા પછી અમે અંતદર્ષ્ટિ કરી ત્યારે પ્રણવનાદને જોયો તે જોતાં જોતાં નંદીશ્વર પોઠિયો આવ્યો તે ઉપર બેસીને કૈલાસમાં ગયા ને ત્યાંથી ગરૂડ ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મમહોલને વિષે જતા હવા, ત્યાં ગરૂડ પણ ઊડી શક્યો નહિ એટલે અમે એકલા જ ઊડ્યા તે સર્વ થકી પર એવું જે શ્રીપુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, પણ મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહિ, એટલે ઠેકાણે ફર્યા ને પછી અમે દેહને વિષે આવ્યા ને ફેર અંતરમાં જોયું ત્યારે એમ જ જણાણું જે સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ  ને પ્રલય તેનો કર્તા પણ હું જ છું.  અને  મારે  તેજે કરીને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને  ગોલોક, બ્રહ્મપુર અને  અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજાયમાન છે ને વળી હું કેવો છું તો મારા  પગને અંગૂઠે કરીને પૃથ્વીને  ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમાં, તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન કોઈ કાળે વ્યભિચારને પામે નહિ. ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને  આવશે અને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ ને સર્વેને અંતર્યામી  જેવા કરીશ ને બ્રહ્માંડોની  ઉત્તપત્યાદિક કરે એવા સમર્થ કરીશ પણ સામર્થી પામીને એમ જાણે જે, હું જ મોટો  છું એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહીં એવો અહંકાર  આવવા     દેવો નહિ, ને એમ જાણવું જે આ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કરુણાએ કરીને હું મોટ્યપ પામ્યો છું. એમ શ્રીજી મહારાજે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ઇતિ વચનામૃતમ || ૭ ||

રવિવાર, 5 જૂન, 2011

વચનામૃત ગઢડા પ્રથમ નું ૨૭ મું

મુકતો, સૌને જય સ્વામિનારાયણ !
સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા માટે પ્રથમ નું ૨૭ મું વચનામૃત સમજવું ખુબ જરૂરી છે.
વચનામૃત ગઢડા પ્રથમ નું ૨૭ મું

સંવત ૧૮૭૬ ના પોષ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ  દિવસ ઉગ્યા પહેલાં  શ્રી ગઢડા  મધ્યે  દાદા  ખાચરના  દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા છે  ને માથે ધોળો ફેંટો બાંધ્યો છે  તથા ધોળો ચોફાળ ઓઢ્યો છે  તથા ધોળો ખેસ પહેર્યો છે ને ઓટા ઉપર આઠમણું મુખારવિંદ રાખીને બિરાજમાન છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી છે.

મુકતો સ્વામિનારાયણ ભગવાનની દરેક વાતો હેતુસભર હોય છે. ઉપરોક્ત પેરેગ્રાફ વાંચતા નીચેના  પાંચ  મુદ્દા ધ્યાનમાં આવે છે:

૧.    સ્વામિનારાયણ ભગવાન પોતે પરમહંસોની જગ્યા પર ગયા છે મતલબ કે ખૂબજ મહત્વની વાત 
       કહેવી  છે.
૨.    દિવસ ઉગ્યા પહેલાં સભા ભરી છે એટલે કે પરોઢિયે સભા ભરી છે.
૩.    પોષ સુદિ બારશને દિવસે આ વચનામૃત ની વાત કરી છે મતલબ કે કડકડતી ઠંડી હોવા છતાં આ
       જરૂરી વાત માટે સભા ભરી છે.
૪.   શ્રીજી મહારાજને ધોળાં કપડાં ખૂબ પસંદ છે.
૫.   સભામાં ફક્ત પરમહંસ છે એટલે કે જો નીચેની વાત પરમહંસ માં દ્રઢ હશે તો સંતો, પાર્ષદો તથા
        હરિભક્તો માં આ વાતના પડઘા પડશે તથા તેઓનામાં આ વાતનો દ્રઢાવ થશે.

પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે,     પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે, માટે જેની આવી સમજણ હોય તેના હ્રદય માં  ભગવાન 
સર્વે  પ્રકારે  નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય જે, આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે તથા જેના વર્ષાવ્યા  મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞા એ કરીને સૂર્ય, ચન્દ્ર ઉદય -અસ્તપણાને  પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા  પાળ  વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે ને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દશ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધ્ધર જળ રાખી મૂકયું છે ને તેમાં ગાજવીજ થાય છે. એવાં અનંત આશ્ચર્ય છે તે સર્વે મુને મળ્યા એવા જે ભગવાન તેનાં કર્યાં જ થાય  છે  એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે આ ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ મને નહિ. અને પૂર્વે જે જે અનંત પ્રકાર  નાં આશ્ચર્ય થી ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ  થાશે  તે સર્વે મુને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે અને   વળી પોતે એમ સમજતો હોય જે,  ચહાય કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચહાય કોઈ ગમે તેવું અપમાન કરો, ચહાય કોઈ હાથીએ બેસારો, ચહાય કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસારો, તેમાં મારે સમભાવ છે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્ય્ભાવ રહે છે તથા સુવર્ણ નો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન-ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હ્રદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે, અને એવી સામર્થી યુક્ત થકો  પણ અન્ય જીવનાં માન-અપમાનને    સહન  કરે છે એ પણ મોટી સામર્થી છે, કાં જે સમર્થ થકા જરણા કરવી તે કોઇથી થાય નહિ; એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો છે જે પોતાના નેત્રમાં ભગવાન જોનારા છે તે બ્રહ્માંડ માં જેટલાં જીવ-પ્રાણી છે તેના નેત્રને પ્રકાશે છે, અને પોતાના પગમાં ચાલનારા જે ભગવાન તે બ્રહ્માંડ માં સર્વે જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષે છે, એમ એ સંતની ચૌદે ઇન્દ્રિયો દ્વારે કરીને બ્રહ્માંડ માં સર્વે જીવોની ઇન્દ્રિયોને સચેતન કરે છે, માટે એ સંત તો સર્વે જગતના આધાર રૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશે મોટયપ છે, ને એવી રીતના ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યું કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિધ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતમાં જીવ છે, તે ભગવાનના ભક્ત નથી; એ  તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. ને એવાની જે મોટયપ છે તે સંસારના માર્ગમાં છે જેમ સંસાર માં જેને ઘોડું ચઢવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો; અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ  પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશે રૂપવાન છે, ને આ વસ્ત્ર તો અતિશે સારું છે, અને આ મેડી તો ઘણી સારી છે, અને આ તુબડી તો અતિશે સારી છે, ને આ પાત્ર તો અતિશે સારું છે, એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા  છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થાશે કે નહિ થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગ માં હોય તેનું ય થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી, તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાં જે એ પાત્ર થયો નથી. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ || ૨૭ ||
મુકતો સૌને જય સ્વામિનારાયણ, 


જય જય shriji mharaj ne jem che tem olkhva mate prathamnun 27 mun vachnamrut samjiae.

જય જય જય સ્વામિનારાયણ  જય Shriji



બુધવાર, 25 મે, 2011

અવરભાવ અને પરભાવ એટલે શું?


અવરભાવ અને પરભાવ એટલે શું?
ઊત્તર :
અવરભાવ :
આપણી આંખે કરીને જે દેખાય છે પરંતુ ખરેખર એ સાચું નથી એનું નામ અવરભાવ... જેમ કે ચેક દેખાય છે કાગળીયું પરંતુ શું એ કાગળીયું જ છે? ના... એ જે આંખે કરીને કાગળીયું દેખાય છે એ ચેકનો અવરભાવ કહેવાય.
પરભાવ : આપણી આંખે કરીને જે દેખાતું નથી પરંતુ ખરેખર એ જ સાચુ છે. એનું નામ પરભાવ... જેમ કે ચેક દેખાય છે કાગળીયું પરંતુ એને સમજાય છે તો રૂપિયા જ. ભલે રૂપિયા દેખાતા નથી. પરંતુ સમજાય છે એ ચેકનો પરભાવ કહેવાય. 
અવરભાવના ત્રણ શબ્દો : ધ્યાન, ભજન ને ઉપાસના આ ત્રણ શ્રીજીમહારાજ માટે જ વપરાય. ધ્યાન, ભજન ને ઉપાસના આ ત્રણ શ્રીજીમહારાજનું જ થાય.   અનંતકોટિ બ્રહ્માંડમાં બીજા કોઇનું ન થાય. અવરભાવમાં કોઇ આપણા ગુરૂ હોય તેમનું પણ ધ્યાન, ભજન, ઉપાસના તો ન જ થાય. ધ્યાન, ભજન, ઉપાસના તો મૂળ મૂર્તિ સહજાનંદ સ્વામી,, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ વગેરેનું જ થાય.
પરભાવના ત્રણ શબ્દો : સ્વામી, દાતા, નિયંતા.
સ્વામી : અનંત મૂળઅક્ષરાદિના અન્વય સ્વરૂપે સ્વામી અને અનંત મુકતોના વ્યતિરેક સ્વરૂપે સ્વામી.
દાતા : અનંત મૂળઅક્ષરાદિકને એક કિરણ દ્વારે ઐશ્વર્યના દાતા અને અનંત મુકતોને વ્યતિરેક સ્વરૂપે સુખના દાતા.
નિયંતા : અનંત મૂળઅક્ષરાદિકનું અન્વયસ્વરૂપે નિયંત્રણ કરનાર અને મુકતોનું વ્યતિરેક સ્વરૂપે નિયંત્રણ કરનાર.

દેહભાવ ભુલવા માટેની ચાર લટકો કઇ છે? તથા તેનો કારણ સત્સંગની ભાષામાં અર્થ શું?


દેહભાવ ભુલવા માટેની ચાર લટકો કઇ છે? તથા તેનો કારણ સત્સંગની ભાષામાં અર્થ શું?
ઊત્તર : દેહભાવ ભૂલવા માટેની લટક ત્રણ છે.
૧) આત્મારૂપ ર) બ્રહ્મરૂપ (અક્ષરરૂપ) ૩) પુરૂષોત્તમરૂપ
૧) આત્મારૂપ :
પોતાના આત્માને દેહથી જુદો માને તે આત્માની લટક કહેવાય. હું આત્મા છું. દેહ નથી. સચ્ચિદાનંદરૂપ છું, સત્ય છું, દેહ મારૂં સ્વરૂપ નથી. આ લટક   પ્રમાણે કોણ વર્તે? તો જેને પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ન હોય તે આત્મારૂપે વર્તે. આત્મારૂપે વર્તવાથી દેહભાવ ભુલાય પરંતુ પ્રાપ્તિ  કંઇ ન થાય. કારણકે આત્મા તો માયિક છે. નિરાકાર છે. એનો કોઇ આકાર જ નથી. તો સુખ કોનું આવે? કેવી રીતે આવે? વળી એની પાસે નિશ્ચયરૂપી કે ઊપાસનારૂપી નિશાન જ નથી. માટે આ લટક આપણા માટે નકામી છે.
જે શ્રીજીમહારાજની સર્વોપરિ નિષ્ઠાવાળા હોય તે કાં તો પોતાને બ્રહ્મરૂપ માને કાં તો પોતાને પુરૂષોત્તમરૂપ માને.
ર) બ્રહ્મરૂપ :
જેને એકાંતિક કે પરમએકાંતિક મુકતનો જોગ થાય તે પોતાના આત્માને શ્રીજીમહારાજના તેજરૂપ (બ્રહ્મરૂપ) માને છે. જેનાથી દેહભાવ ભૂલાય અને   પરમએકાંતિકની સ્થિતિ થાય.


૩) પુરૂષોત્તમરૂપઃ
જેને સંકલ્પ સ્વરૂપનો (અનાદિમુકતનો) જોગ થયો હોય તે પોતાના આત્માને પુરૂષોત્તમરૂપ માને. આ લટકથી દેહભાવ ભૂલાય અને સીધી અનાદિમુકતની સ્થિતિ થાય.

કાર્ય સત્સંગ અને કારણ સત્સંગમાં ભેદ શું?


કાર્ય સત્સંગ અને કારણ સત્સંગમાં ભેદ શું?
ઊત્તર  : કારણમાં કારણ તો એક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. એ મૂર્તિને જ મુખ્ય રાખીને, એ મૂર્તિમાં જ જોડાવવા, મૂર્તિરૂપ થવા માટે જે સત્સંગ થાય તે કારણ  સત્સંગ કહેવાય અને એ સિવાયનો સત્સંગ બધો કાર્ય સત્સંગ છે. આ ભેદ આપણા બાપાશ્રીએ સમજાવ્યો છે. માટે બાપાશ્રીએ સમજાવેલા સર્વોપરિ સિધ્‍ધાંતોને અનુસરતો સત્સંગ એ જ કારણ સત્સંગ છે.
બાપાશ્રીએ સમગ્ર સંપ્રદાયને મહત્વના બે સિદ્ધાંતો આપ્યાં. જેમાં એક અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઇ સનાતન ભગવાન છે જ નહિ. બીજા જે ભગવાન કહેવાય છે એ આધુનિક ઇશ્વરો છે અને બીજું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ લેવા માટે મૂર્તિરૂપ થઇ અનાદિમુકતની સ્થિતિને પામવું ફરજીયાત છે. આ બે સિધ્‍ધાંતોને અનુસરતો સત્સંગ એ જ કારણ સત્સંગ છે. જયાં કેવળ ઉત્સવ, સમૈયા આદિક જે કાર્ય તેનું જ મહત્ત્વ હોય અને સ્વામિનારાયણ ભગવાનની શુધ્‍ધ ઉપાસના ન હોય એ જ કાર્ય સત્સંગ છે.

પ્રત્યક્ષપણે નિશ્ચય એટલે શું?


પ્રત્યક્ષપણે નિશ્ચય એટલે શું?
ઊત્તર : શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ છે. આ મૂર્તિમાં જ (આ સ્વરૂપમાં જ) અક્ષરધામ, અનંત મુક્તો, ઐશ્વર્ય, સામર્થી, લાવણ્યતા બધુ રહેલું છે એમ સમજવું તેનું નામ પ્રત્યક્ષપણે નિશ્ચય.
સમજૂતી : સંપ્રદાય આખો સામાન્ય રીતે એમ સમજે છે કે, અક્ષરધામ અધ્ધર છે આકાશમાં. અને આ પ્રતિમાસ્વરૂપે ભગવાન પ્રગટ ખરા પણ જેવું અક્ષરધામમાં તેજોમય સ્વરૂપ છે તેવું આ નહિ. પણ એ અણસમજણ છે, અજ્ઞાન છે.
અક્ષરધામ એટલે શું? તો મહારાજની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ (પંચાળાનું ૧લું અને બીજા ઘણાં વચનામૃતમાં તેજને અક્ષરધામ નામે કહેલ છે.) હવે, મૂર્તિમાંથી નીકતો તેજનો સમુહ કયાં હોય? તો જ્યાં મૂર્તિ હોય ત્યાં જ... તો પ્રતિમાસ્વરૂપે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ હોય તો... તેજનો સમૂહ આ મૂર્તિ ભેળો હોય કે નહિ? હોય.... તો અક્ષરધામ અધ્ધર, આકાશમાં ક્યાં રહ્યું? તો અહીં આવી ગયું કે નહિ? તો આ મૂર્તિમાં અનંત અનાદિમુક્તો હોય કે નહિ? હોય જ... તો અનંત, ઐશ્વર્ય, સામર્થી, લાવણ્યતા,.... બધું જ આ મૂર્તિમાં હોય કે નહિ? હા, હોય જ, તો હવે આકાશમાં કે અધ્ધર જોવાનું ક્યાં રહ્યું? અધ્ધર કશું નથી. બધું આ મૂર્તિમાં જ છે. મનુષ્યભાવ કે પ્રતિમાભાવ આપણને દેખાય છે. ભગવાન મનુષ્ય જેવા કે પ્રતિમા જેવા થયા નથી. એ તો દિવ્ય તેજોમય જ છે. અક્ષરધામમાં જ છે.
આમ, પ્રતિમાસ્વરૂપે દર્શન આપતા ઘનશ્યામ મહાપ્રભુની મૂર્તિ કે તે પછી ગમે તે મંદિરની હોય, કે ગમે તેના ઘરની હોય, પરંતુ એ મૂર્તિ એ ફોટો કે પ્રતિમા નથી. પરંતુ સાક્ષાત દિવ્ય તેજોમય સ્વરૂપ જ છે. અને અક્ષરધામ, અનંતમુક્તો, ઐશ્વર્ય, સામર્થી, લાવણ્યતા બધું જ એ સ્વરૂપમાં જ ચી એમ સમજ્વું તે પ્રત્યક્ષપણે નિશ્ચય કહેવાય. (અચળમતિ, દ્રઢનિશ્ચય, અતિ દ્રઢ આશરો... વગેરેનું આ જ રૂપ છે.)

નિશ્ચયના પ્રકાર કેટલા અને કયા કયા ?


નિશ્ચયના પ્રકાર કેટલા અને કયા કયા ?
ઊત્તર : ખરેખર નિશ્ચયનો પ્રકાર એક જ હોય પરંતુ ભકતની સમજણના ભેદને કારણે નિશ્ચયના જુદા જુદા પ્રકાર કહેવા પડે છે. પરંતુ ખરો નિશ્ચય તો એક જ હોય.
લોયાના ૧રમા વચનામૃતમાં નિશ્ચયના ૬ પ્રકાર કહ્યા છે. જેની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં બાપાશ્રીએ આ ૬ પ્રકારના નિશ્ચય સમજાવ્યા છે અને સાતમો નિશ્ચય સમજવ્યો છે, તેનું રૂપ નીચે પ્રમાણે છે.
નિશ્ચયના મુખ્ય બે પ્રકાર છે.
(૧) સવિકલ્પ (ર) નિર્વિકલ્પ
આ બંનેના પેટા ત્રણ પ્રકાર છે.
(૧) કનિષ્‍ઠ (ર) મધ્યમ (૩) ઊત્તમ.
હવે ૭ પ્રકારના નિશ્ચય સમજીએ.
(૧)
કનિષ્‍ઠ સવિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને વિષ્ણુ ને વૈરાજનારાયણ જેવા જાણે તો તેને કનિષ્‍ઠ સવિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય ખોટો છે   કારણકે શ્રીજીમહારાજ એના જેવા નથી અને આ નિશ્ચયવાળા પણ ખોટા છે. એમનું કલ્યાણ થાય નહિ, એમની સાથે જોડાય તેનું પણ કલ્યાણ થાય નહિ.
(૨)
મધ્યમ સવિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને અહંકાર ને મહત્તત્ત્વ જેવા જાણે તો તે મધ્યમ સવિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય પણ ખોટો છે. કારણકે શ્રીજીમહારાજ એવા નથી. આમ, આ નિશ્ચય પણ ખોટો, નિશ્ચયવાળા ય ખોટા ને એની જોડે જોડાય એ ય ખોટા, એકેયનું કલ્યાણ થાય નહિ.
(૩)
ઉત્તમ સવિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને પ્રધાનપુરૂષ (રામચંદ્રજી) જેવા જાણે તો તે ઉત્તમ સવિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય ખોટો છે. કારણકે શ્રીજીમહારાજ એના જેવા નથી. આમ આ નિશ્ચય પણ ખોટો. નિશ્ચયવાળા ય ખોટાને એની સાથે જોડાય તે પણ ખોટા. એકેયનું કલ્યાણ થાય નહિ.
આમ, શ્રીજીમહારાજને માયામાં રહેલા અવતારો જેવાં જાણે તેને સવિકલ્પ નિશ્ચય કહેવાય અને માયાથી પર જાણે તો તેને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય.
(૪)
કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને મૂળપુરૂષ (શ્રી કૃષ્ણ) ને નરનારાયણ જેવા જાણે તો તે કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય પણ   ખોટો છે. કારણકે શ્રીજીમહારાજ એવા નથી. આથી આ નિશ્ચય પણ ખોટો. નિશ્ચયવાળા ય ખોટા ને એની સાથે જોડાય તે ય ખોટા. એકેયનું કલ્યાણ ન થાય.
(૫)
મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને વાસુદેવબ્રહ્મ અને મૂળઅક્ષર જેવા જાણે તો તે મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય પણ ખોટો છે કારણકે શ્રીજીમહારાજ એવા નથી. આ નિશ્ચયવાળા ય ખોટા ને એમની સાથે જોડાય તે પણ ખોટા. એકેયનું કલ્યાણ ન થાય.
જ્યાં સુધી શ્રીજીમહારાજને જેમ છે તેમ સર્વોપરિ, સર્વ અવતારના અવતારી ન સમજે ત્‍યાં સુધી આત્‍યાંતિક કલ્‍યાણ થાય જ નહિ.
(૬)
ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને સર્વોપરિ, સર્વઅવતારના અવતારી જાણે અને પોતાના આત્માને બ્રહ્મરૂપ (શ્રીજીમહારાજના તેજરૂપ) માને તો તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય સાચો છે. પૂરો છે. પરંતુ લટક અધૂરી છે. કારણકે આ લટક પ્રમાણે વર્તવાથી પરમએકાંતિકની સ્થિતિ થાય. આ સ્થિતિ પૂરી નથી. હજુ આગળ અનાદિની સ્થિતિ બાકી રહે. આથી આ નિશ્ચય સાચો છે પરંતુ લટક અધૂરી છે.
(૭)
અતિ ઊત્તમ નિર્વિકલ્પ નિશ્ચય : શ્રીજીમહારાજને જેમ છે તેમ સર્વોપરિ, સર્વ અવતારના અવતારી જાણે અને પોતાના આત્માને પુરૂષોત્તમરૂપ માને તો તેને અતિ ઊત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય સાચો છે, પૂરો છે. લટક પણ પૂરી છે. કારણકે આ નિશ્ચયથી અનાદિમુકતની સ્થિતિ થાય છે જે છેલ્લી સ્થિતિ છે.

આ છેલ્લો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સમજાવ્યો છે. નિશ્ચય તો પહેલેથી છે જ. જેમ કે, દરરોજ સંધ્યા આરતી પછી બોલાતી પ્રાર્થનામાં આવે છે કે, "નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય તવ ઘનશ્યામ..." વળી, "ધર્મકુંવર હરિકૃષ્ણજી તમે ભકિત પતિ ભગવાન" એ પ્રાર્થનામાં પણ પ્રેમાનંદ સ્વામીએ માંગ્યું છે કે, "નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય થાય તમારો" આમ આ સાતમો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય પહેલેથી છે જ પણ તેને જેમ છે તેમ સમજાવ્યો બાપાશ્રીએ.
આ અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે જ અનાદિમુકતની લટક.

આશરો, દ્રઢ આશરો અને અતિદ્રઢ આશરો કોને કહેવાય?


આશરો, દ્રઢ આશરો અને અતિદ્રઢ આશરો કોને કહેવાય?
ઊત્તર :આશરો : કંઠી, તિલક ચાંદલો ધારણ કરીએ ને મંદિરે જવું. તેને આશરો કહેવાય. (સ્વામિનારાયણના આશ્રિત)
દ્રઢ આશરો : અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ સિવાય બીજો કોઇ ભગવાન જ નથી. તેમ સમજવું તે દ્રઢ આશરો કહેવાય. (સંપૂર્ણ કર્તાપણું, પતિવ્રતાની ભકિત વગેરે)
અતિદ્રઢ આશરો : સ્વામિનારાયણ ભગવાન તો અક્ષરધામમાં છે. અહીં નહીં ને અક્ષરધામ પણ આકાશમાં અધ્‍ધર છે આવું લોકો સમજતા હતા. પરંતુ એવું નથી. દ્રઢ આશરો જે કરવાનો કહ્યો તે સ્વરૂપ કંઇ અધ્‍ધર આકાશમાં નથી. પરંતુ એ વખતે જે મનુષ્યરૂપે દેખાતા હતા, અને અત્યારે જે પ્રતિમા સ્વરૂપે દેખાય છે તેને વિષે કરવાનો છે. એટલે કે અક્ષરધામ, અનંતમુકતો, ઐશ્વર્ય, સામાર્થી, લાવણ્યતા બધું જ આ મૂર્તિમાં જ છે. તેમ સમજવું તેનું નામ અતિ દ્રઢ આશરો. આ અક્ષરધામની જ મૂર્તિ છે. આ મૂર્તિ ભેળુ અક્ષરધામ છે જ. હવે અધ્‍ધર કે કયાંય દૂર જોવાની જરૂર નથી.

મોક્ષ અને આત્યાંતિક મોક્ષ બંનેનો ભેદ


મોક્ષ અને આત્યાંતિક મોક્ષ બંનેનો ભેદ
ઊત્તર   : મોક્ષના પ્રકાર અનંત છે. જમપુરીથી છૂટે એનેય મોક્ષ કહેવાય, સ્વર્ગની પ્રાપ્તિ  થાય એનેય મોક્ષ કહેવાય. એથી પર જે તે અવતારોનાં ધામની પ્રાપ્તિ  તે પણ મોક્ષ કહેવાય. મૂળ માયાથી છૂટે એનેય મોક્ષ કહેવાય. આમ મોક્ષના તો અનંત પ્રકાર છે. પરંતુ શ્રીજીમહારાજની પ્રાપ્તિ  થાય.. અને ફરીથી આવવાનું રહે જ નહીં - તેનું નામ આત્યાંતિક કલ્યાણ (મોક્ષ) કહેવાય. આત્યાંતિક કલ્યાણ એ જ કલ્યાણ છે. બીજા કલ્યાણના ટપ્પાં છે.
આવું આત્યાંતિક કલ્યાણ કેવી રીતે થાય? તો કારિયાણીના ૭માં વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, પ્રત્યક્ષ પુરૂષોત્તમ ભગવાનને (સ્વામિનારાયણ ભગવાનને) વિષે જે દ્રઢ નિષ્ઠા તે જ આત્યાંતિક કલ્યાણ. ગઢડા મધ્યના ૮મા વચનામૃતમાં કહ્યું છે કે, પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ  એ જ પરમપદ.
શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું એ જ પ્રાપ્તિ  , એ જ કલ્યાણ. જેને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિ નિષ્ઠા દ્રઢ થાય અને પ્રતિમાને વિષે પ્રગટભાવ દ્રઢ થાય જે, આ જ અક્ષરધામનું દિવ્ય તેજોમય સ્વરૂપ મને મળ્યું છે. આવી સમજણ થાય તે છતે દેહે મૂર્તિસુખમાં જ છે - એને મરીને પછી મૂર્તિમાં જવાનું રહેતું નથી કે ફેર જન્મ ધરવાનો રહેતો નથી. આનું નામ આત્યાંતિક કલ્યાણ. આવું આત્યાંતિક કલ્યાણ થાય કેવી રીતે? તો શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખાવનાર સાચા અનુભવી સત્પુરૂષ મળે તો ઓળખાય અને જેમ છે તેમ એમ સર્વોપરિ, સર્વ અવતારના અવતારી સમજાય તો જ આત્યાંતિક મોક્ષ થાય, નહીં તો ન જ થાય. ગઢડા મધ્યનું ૯, મધ્યનું ૧૩, પંચાળાનું ૭ વગેરે વચનામૃતમાં શ્રીજીમહારાજે બહુ સરસ વાત કરી છે.

બાપાશ્રીની વાતો શું છે ? એનું મહત્વ.

બાપાશ્રીની વાતો શું છે ? એનું મહત્વ.
       ‘બાપાશ્રી’ શબ્દથી આજે સંપ્રદાયમાં લગભગ કોઇ અપરિચિત નહી હોય. કારણકે જેમ થોડું પણ વિજ્ઞાન ભણેલો અને ગુરૂત્‍વાકર્ષણના નિયમનો અભ્‍યાસી ન્‍યૂટનના નામને જાણતો જ હોય ભારત દેશનો એક સામાન્‍ય પરિચય મેળવનાર પણ ગાંધીજીનું નામ જાણતો જ હોય. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવેલ કોઇ પણ મુમુક્ષુ સ્વામિનારાયણ ભગવાનના રહસ્‍યોને જ્ઞાનને, તેમની જેવા છે તેવા વાસ્‍તવિક અને નિર્ભેળ અર્થમાં સરળ કરી સંપ્રદાય સમક્ષ મુકનાર આવા કચ્‍છના અબજીબાપા કે જેમને આખો સંપ્રદાય ‘બાપાશ્રી’ના હુલામણા નામથી જાણે છે તેથી પરિચિત હોય જ અને ન જાણે ત્‍યાં સુધી તેના ધ્‍યેયપ્રાપ્‍ત‍િની શરૂઆત થઇ જ નથી એમ સ્પષ્‍ટપણે કહી શકાય. કારણકે તેમના પરિચય વિના શ્રીજીમહારાજ સુધી પહોંચવું, શ્રીજીના મૂળભૂત સિધ્‍ધાંતોને પામવું શક્ય જ નથી.
       ‘જ્યાં ન પહોંચે રવિ ત્‍યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે અનંતકવિ, ત્‍યાં પહોંચે અનુભવી’
       બાપાશ્રી, એવા જ મૂર્ત‍િના સંપૂર્ણ સુખના અનુભવી, શ્રીજીના સંકલ્‍પે જ આ બ્રહ્માંડમાં દર્શન-સુખને સમાગમ દેતા અજોડ ને અદ્વિતીય મુક્તપુરૂષ હતા અને એટલે જ એમના સમાગમ માટે અને રાજીપો મેળવી છતે દેહે મૂર્ત‍િ સુખે સુખીયા થવા સંપ્રદાયના હજારો સંતો-હરિભક્તો ગુજરાત-કાઠિયાવાડ અને કચ્‍છથી જેમ નદીઓ સમુદ્રને મળવા અને વિરામ પામવા તત્‍પર થાય એમ તત્‍પર થયા થકા બાપાશ્રી પાસે આવતા. પક્ષી ચણ ચણીને રાત્રે માળામાં વિરામ પામે છે તેમ બાપાશ્રી પાસે આવી છેલ્‍લા અત્‍યુત્તમ ને અનુપમેય સુખમાં વિરામ પામતા ને તૃપ્ત થયાનો અનુભવ કરતા. જેમાં અનંતને સુખીયા કરી શકે તેવા મહાસમર્થ સદ્ગુરૂ સંતો પણ હતા, સ્થ‍િતિવાળા ભક્તો પણ હતા અને સેંકડો સાધનિકો પણ હતા.તોયે બધાને પથ્‍ય પડે તેવી શૈલીમાં છતાં છેલ્‍લી જ વાત બાપાશ્રી કરતા.
સંવત ૧૯૬૨ના વૈશાખ સુદ ૧૫ની એ દિવ્ય રાત્રિ હતી. જીવનપ્રાણ બાપાશ્રીએ મંદિરમાં ગુજરાતથી આવેલા સંતો-ભક્તોને સમાગમે સુખીયા કર્યા. સભાની સમાપ્ત‍િ થઇ. પછી બાપાશ્રીએ પોતાની સાથે લાવેલા, અંગત અને મુખ્‍ય શિષ્‍ય સમા સદગુરૂ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીને પાસે બોલાવ્યા. આજે દયાળુ અઢળક ઢળ્‍યા હતા. આપણામાં સૌના હિતને હિતકારીએ વિચાર્યુ અને બાપાશ્રી એ આજ્ઞાવચન ઉચ્ચાર્યા. “સ્વામી, તમે પંદર પંદર વર્ષથી આ વાતો સાંભળો છો પણ લખતા કેમ નથી ? સ્વામી, પાછળની પેઢીનું શું ? લાખો રૂપિયા ખરચે આ વાતો નહિં મળે. અમારા મુખે સ્વયમ્ શ્રીજીમહારાજ પોતાનો મહિમા કહે છે, અનાદિમુક્તની સ્‍થ‍િતિ સમજાવે છે. માટે ‍સ્‍વામી, આ વાતો તમે જે સાંભળો છો એને તમે હવેથી લખો. આગળ ઉપર તે બહુ કામ આવશે ને આ વાતો વાંચી-સાંભળી-સમજી અતંત જીવો બિચારા આત્યાંતિક કલ્‍યાણના ભોગી બનશે.”
       સદ્ગુરૂ સ્વામી કહે “ભલે બાપા, આપની આજ્ઞા શિરો વંદ્ય કરું છું.”
       અને સંવત ૧૯૬૨ના વૈશાખ વદ ૧ (પડવો)ના રોજથી બાપાશ્રીએ પછી આ બ્રહ્માંડમાં લગભગ ૨૨ વર્ષ દર્શન આપ્‍યા ત્‍યાં સુધી સ્વામીએ લખ્‍યે જ રાખ્‍યું, લખ્‍યે જ રાખ્‍યુંને તેને છપાવી, બાપાશ્રીના તેની પર અનહદ આશીર્વાદ લઇ, યાવદચંદ્રદિવાકરૌ-સૂર્યચંદ્ર આ બ્રહ્માંડમાં રહે ત્‍યાં સુધીનું આજીવન જંગમતીર્થ ખડુ કરી દીધું ! જીવો પર ધણીની કેટલી અઢળક-અનહદ કૃપા !!! એ ગ્રંથ એટલે જ ‘બાપાશ્રીની વાતો
       મોટા સંતો તો કહેતા બાપાશ્રીની જે વાતો લખાઇ છે તેતો જોકે માત્ર એક દિવસની હોઇ શકે પણ કેટલું લખવું શું લખવું ? મહારાજના ને મુક્તના મહિમાને લખવા એવો ને એવડો કાગળ ક્યાંથી લાવવો ? લખવા માટે શબ્દો ક્યાંથી લાવવા ને જેના વડે લખાય તેવી કલમ ક્યાં શોધવી ? આ તો લખનારાય એવા જ સમર્થ હતા તેથી લખી શક્યા નહિં તો અલૌકિકને લૌકિકમાં કોણ કંડારી શકે ? બાપાશ્રી જ્યારે વાતો કરતા ત્‍યારે આઠ આઠ લહીયા સદ્ગુરૂઓ લખતા એવો તો અખંડ ધોધ વહેતો. મૂર્ત‍િમાંથી જ આવતી ને મૂર્ત‍િમાં જ જોડતી આ વાતો. સાંભળનાર દિવ્ય દિવ્ય થઇ જાય, શ્રીજી સ્‍વરૂપમાં ઓતપ્રોત ને દિવાનો થઇ જાય. એક મૂર્ત‍િ વિના બીજુ કાંઇ જ ન રહે. જેમ સમુદ્રના મધ્‍યમાં જનારને ચારેબાજુ જ્યાં જુવે ત્‍યાં જળ જળ ને જળ વર્તે તેમ આ અમૃત રસને ઝીલનારને એક મૂર્ત‍િ વિના બીજુ કંઇ ન રહે તેવો અપરોક્ષ અનુભવ બાપા કરાવતા.
       આમ, “બાપાશ્રીની વાતો, મૂર્ત‍િમાં રમાડનારી છે આ તો” આ વાતો રાગદ્વેષને ઇર્ષ્‍યાથી રહિત થઇ ગમે તે મુમુક્ષુ તટસ્‍થ ભાવે વાંચે તો તેને જરૂર સમજાય કે બાપાશ્રી કોણ હતા ને કેવા હતા અને એ સમજાય તો તેમની વાતો મહિમા સમજાવવો પડતો જ નથી.


શિક્ષાપત્રી સાર


· ગૃહસ્થ હરિભક્તોના પંચવર્તમાન
· ગૃહસ્થ હરિભક્તોએ પાળવાના વિષેશ નિયમો
· ત્યાગી સંતોના પંચવર્તમાન
ગૃહસ્થ હરિભક્તોના પંચવર્તમાન
(સત્સંગીજીવન, શિક્ષાપત્રી તથા ગઢડા પ્રથમના ૭૮મા વચનામૃતની રહસ્યાર્થ ટીકાને આધારે)

 
(૧) દારૂ વર્તમાન
“જે જોવાથી, ખાવાથી, પીવાથી, સાંભળવાથી કે માણવાથી ઇન્દ્રિયો-અંત:કરણને કેફ કહેતા નશો ચડે, એ તમામ વસ્તુ,, પદાર્થ કે ક્રિયા દારુ તુલ્ય ગણાય.”
  • દા.ત. : ચા, કોફી, બીડી, સિગરેટ, ગાંજો, અફીણ, તમાકુ, ગુટખા, માવા-મસાલા, પાન આદિ પદાર્થ તથા કોઇપણ પ્રકારનો બીઅર કે અન્ય કોઇ પણ પ્રકારનો દારુ એ પણ વજર્ય છે.
  • આ પદાર્થોનો ઉપયોગ કરવો તો નહીં, પણ કરાવવો પણ નહીં.
  • આલ્કોહોલિક દવાઓ પણ દારુ તુલ્ય ગણાય.
ટી.વી., સિનેમા, સિરિયલો, નાટક, સટ્ટા, જુગાર, ચોપાટ, લોટરી, સરકસ વગેરે મનને નશો કરનાર છે, માટે તે પણ દારુ તુલ્ય ગણાય.
(૨) માટી વર્તમાન

‘માટી’ એટલે માંસાહાર.
  • જેમાં પ્રત્યક્ષ માંસ, ઇંડા તથા માંસ અને ઇંડા મિશ્રિત બનાવટો, વસ્તુઓ કે દવાઓનો ઉપયોગ એ પણ માંસાહાર તુલ્ય છે.
  • ગાળ્યા વગરનું પાણી, દૂધ, તેલ, ઘી પણ માંસ તુલ્ય છે.
  • ચાળ્યા ને સાફ કર્યા વગરનાં અનાજ, લોટ, સૂક્ષ્મ જંતુઓ યુક્ત શાકભાજી..
  • દા.ત. : ફુલાવર, અમુક ભાજી વગેરે...
તમોગુણ પ્રધાન અને અતિ ગંધયુક્ત વસ્તુ જેવી કે કાંદા (ડુંગળી), લસણ, હિંગ વગેરે... ટૂંકમાં, ઘરમાં તો આ ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરવો જ. પણ બજારની તમામ ચીજ વસ્તુઓ તથા લગ્નપ્રસંગોમાં કે બહાર જ્યાં નિયમધર્મ પૂર્ણ રીતે ન સચવાતા હોય તેવી વસ્તુઓ ખાવાથી-પીવાથી, આ વર્તમાન લોપાય જ. માટે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા, ભગવાનના ભક્તે બજારુ ખાણાં-પીણાંનો અવશ્ય ત્યાગ કરવો. જરુર પડ્યે ઘરમાં જ ગાળી-ચાળીને, ઉપરના નિયામોનું પાલન કરી, વસ્તુ બનાવી, ઠાકોરજીને થાળ ધરાવી, પ્રસાદીની કરીને  તેનો ઉપયોગ કરવો.
(૩) ચોરી વર્તમાન
ચોરી એટલે માત્ર કોઇના ઘરમાંથી વસ્તુ લઇ લેવી એટલું જ નહીં, પણ એ સિવાય, કોઇની ધણીયાતી અલ્પ વસ્તુ પણ ધણીને પૂછ્યા વિનાની લેવી નહીં.
  • કોઇની વસ્તુ ઝૂંટવીને કે પરાણે, પડાવીને ન લેવી.
  • રસ્તામાં પડેલી વસ્તુ પણ ન લેવી
  • કોઇની થાપણ પડાવી ન લેવી.
  • અણહક્કની વસ્તુ કે રકમ કોઇ આપે તોય ન લેવી.
  • લાંચ-રુશ્વત લેવી, ભેળસેળ કરવી, ઓછું આપવું, દગો કરવો, કપટ કરવું વગેરેનો ત્યાગ કરવો.
  • કોઇની બંધીયાર જગ્યા હોય ત્યાં પૂછ્યા વિના ઉતારો પણ ન કરવો.
  • નોકરી કરતા હોય તો ક્યારેય કામચોરી, કહેતા સમયની ચોરી ન કરવી.
  • સરકારી વસ્તુ કે લાઇટ, પાણી, ટેલિફોન વગેરે સેવાઓની ચોરી ન કરવી.
  • ગેરકાયદેસર ધંધા, વ્યવસાય કે નોકરી ન કરવી.
  • દેવની ચોરી: કાયદેસર એવા ધંધા, વ્યવસાય, નોકરી કે ખેતીની ઊપજમાંથી દ્રવ્યની શુદ્ધિને અર્થે ઓછામાં ઓછો  ૧૦ ટકા કે વ્યવહારે અતિ દૂર્બળ હોય તો ૫ ટકા ધર્માદો કઢવો.
ભગવાને આપેલા સમયનો એટલે કે ઉંમરનો પણ દશાંશ ભાગ ધર્માદો કાઢવો. અર્થાત એટલો સમય ભગવાનની-સંતોની સેવા તથા સમાગમ અર્થે અચૂક કાઢવો. નહિ તો ચોરી વર્તમાન લોપાય.
(૪) અવેરી વર્તમાન
અવેરી વર્તમાન એટલે બ્રહ્ભચર્ય. ગૃહસ્થ ભલે સંસારમાં હોય તો પણ તેણે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા આ પ્રમાણે આ વર્તમાન પાળવું જ પડે.
  • પુરૂષે પરસ્ત્રી સામે કે સ્ત્રીએ પરપુરૂષ સામે કુદ્રષ્ટિ ન કરવી કે કુવિચાર ન કરવો.
  • પુરૂષે પરસ્ત્રી કે સ્ત્રીએ પરપુરૂષનો સંગ ન કરવો.
    - પુરૂષો યુવાન અવસ્થાવાળી એવી પોતની મા, બહેન કે દીકરી સામે દ્રષ્ટિ માંડીને જોવું નહીં, કે એની   સાથે એકાંત સ્થળને વિષે રહેવું નહીં.
    - એ જ રીતે, સ્ત્રીએ, યુવાન અવસ્થાવાળા એવા પોતાના બાપ-ભાઇ કે દીકરા સામું પણ દ્રષ્ટિ માંડીને   જોવું નહીં કે તેની સાથે એકાંત સ્થળને વિષે રહેવું નહીં.
    - તો સ્વાભાવિક છે કે દૂરનાં સગાંસંબંધી, વિજાતિ મિત્ર કે પુરૂષે અન્ય સ્ત્રી સાથે કે સ્ત્રીએ અન્ય પુરૂષ   સાથે દ્રષ્ટિ માંડીને જોયાનો કે એકાંત સ્થળને વિષે રહ્યાનો નિષેધ હોય... હોય ને... હોય જ.
  • નાટક, સિનેમા, ટી.વી., ચેનલો, સિરિયલો, ઇંન્ટરનેટ તથા આજનાં આધુનિક ઉપકરણો દ્રારા પ્રદર્શિત નગ્ન, અર્ધનગ્ન, ચિત્ર-વિચિત્ર પરિધાને યુક્ત દ્રશ્યો કે ચિત્રોને જોવાં એ એટલાં જ હાનિકારક છે. જેનો સત્સંગી માત્રને નિષેધ છે. તેનો ખટકાપૂર્વક ત્યાગ રાખવો.
  • વિકૃતિ જન્માવે તેવાં તથા પોતાનાં અંગ દેખાય તેવાં ઝીણાં તથા ટૂંકાં વસ્ત્રો પહેરવાં નહીં અને પહેરેલાં હોય તેવાં દ્રશ્યો જોવાં નહીં.
  • ગરબા, પાર્ટીઓ, ડિસ્કો અને પોપ મ્યુઝિક જેવા કામુક, વૃતિઓને બહેકાવે તેવા પ્રસંગોમાં ભાગ લેવો નહીં કે હાજરી આપવી નહીં.
  • બીભત્સ સાહિત્ય, લેખો, પુસ્તકો, મેગેઝીનો જોવાં નહીં, વાંચવાં નહીં કે એવાં ચિત્રો-દ્રશ્યો જોવાં નહીં.
  • સ્ત્રીઓએ પોતાના રજસ્વલા ધર્મનું કડકપણે પાલન કરવું. ત્રણ દિવસ છેટા રહી, ચોથે દિવસે છોળે સ્નાન કરી બધે અડવું.
પોતાની સ્ત્રીનો પણ આસકિતએ રહિત ઋતુસમે સંગ કરવો. તેમાં પણ એકાદશીઓ, તેના આગલા પાછલા દિવસો, ભગવાનના પ્રાગટય દિવસ તથા તેના આગલા-પાછલા દિવસો, અમાસ, શ્રાવણ માસ, અધિકમાસ, વ્રત-યજ્ઞાદિક સમૈયાના દિવસો તથા તીર્થસ્થાનો વગેરેમાં પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો.
(૪) વટલવું નહિ અને વટલાવવું નહિં.
ન ખપતુ હોય તેનુ ખાવું નહિ અને જેને ન ખપે તેને ખવડાવવું નહિં....એટલે કે ધર્મ-નિયમે યુક્ત ન હોય તેના ઘરનું ખાવું-પીવુ નહિં અને આપણું ન હોય તો પાળનારને પરાણે ખવડાવવું-પિવડાવવું નહિં.
Top       
ગૃહસ્થ હરિભક્તોએ પાળવાના વિષેશ નિયમો
આ પંચવર્તમાન ઉપરાંત શિક્ષાપત્રીમાં સ્વામિનારાયાણ ભગવાને નિર્દેશ કરેલ સારરૂપ આજ્ઞાઓનું પણ ભગવાનના શરણાગત ભક્તોએ અવશ્ય કરવું.
(૧)
કોઇપણ જિવ-પ્રાણીમાત્રની હિંસા ન કરવી અને જાણીને તો ઝીણાં એવાં જુ, માંકડ, ચાંચડ, આદિક જીવો તેમની પણ હિંસા ક્યારેય ન કરવી.
(૨)
કોઇ મુશ્કેલી કે આફતમાં કે કંઇ અયોગ્ય આચરણ થઇ જાય તો મુંઝાઇને કે પસ્તાઇને પણ કોઇ પ્રકારે આત્મઘાત તો ન જ કરવો. અને શસ્ત્રાદિકે કરીને પોતાના કે બીજાના કોઇ અંગનું છેદન પણ ન કરવું.
(૩)
ધર્મ કરવાને અર્થે પણ કોઇએ કોઇ પ્રકારનું ચોરીનું કર્મ ન કરવું. ને ધણીયાતું જે કાસ્ઠ, પુષ્પ આદીક વસ્તુ તે ધણીની આજ્ઞા વીના ન લેવું.
(૪)
પોતાના સ્વાર્થને અર્થે પણ કોઇને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, ને કોઇને ગાળ તો ક્યારેય ન દેવી.
(૫)
કોઇની નિંદા, દ્રોહ કે અવગુણ અભાવની વાત ક્યારેય ન કરવી કે ન સાંભાળવી.
(૬)
હંમેશા અમારા ભક્તે સત્ય વચન જ બોલવું. છતાં જે સત્ય વચન બોલવે કરીને પોતાનો કે પારકાનો દ્રોહ થાય તેવું સત્ય વચન પણ ક્યારેય ન બોલવું.
(૭)
કૃતઘ્ની હોય કે જે કરેલું જાણતો ન હોય તેના સંગનો ત્યાગ કરવો.
(૮)
ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા લોકોને છેતરનાર ને ઠગનાર એવા છ પ્રકારના કુસંગનો સંગ ન કરવો.
(૯)
જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આંલંબન કરીને સ્ત્રી, દ્ર્વ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય તેવા મનુષ્યનો સમાગમ ન કરવો.
(૧૦)
મંદીર, જીર્ણ દેવાલય, નદી-તળાવ ના આરા, રસ્તો, વાવેલું ખેતર, વૃક્ષની છાયા તથા બાગ-બગીચા એ આદીક જે સ્થાનક તેમને વીષે ક્યારેય   મળમુત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં.
(૧૧)
ચોરમાર્ગે કરીને પેસવું નહીં કે નીસરવું પણ નહીં.
(૧૨)
પુરુષ માત્રે સ્ત્રીના મુખ થકી જ્ઞાનવાર્તા પણ ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વાદ-વિવાદ ન કરવો.
(૧૩)
ગુરુનું, અતિશય શ્રેષ્ઠ મનુષ્યનું, વ્યવહારમાં પ્રતિષ્ઠિત મનુષ્યનું કોઇ વિદ્વાનનું તથા શસ્ત્રધારી મનુષ્યનું ક્યારેય અપમાન ન કરવું.
(૧૪)
વિચાર્યા વિના કોઇ વ્યવહારિક કાર્ય તત્કાળ ન કરવું, પણ ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ કરવું.
(૧૫)
નિત્યપ્રત્યે સાધુનો સમાગમ કરવો.
(૧૬)
ભગવાન કે સંતના દર્શનને અર્થે જવું ત્યારે ખાલી હાથે ન જવું.
(૧૭)
કોઇનો વિશ્વાસઘાત ન કરવો.
(૧૮)
પોતાના મુખે પોતાનાં વખાણ ન કરવાં.
(૧૯)
મંદીરમાં આવ્યા પછી સ્ત્રીએ પુરુષનો કે પુરુષે સ્ત્રીનો સ્પર્શ ન કરવો.
(૨૦)
કંઠને વિષે તુલસીની અથવા કાષ્ઠની કંઠી નિત્ય ધારણ કરવી.
(૨૧)
નિત્ય પ્રત્યે સૂર્ય ઊગ્યા પહેલાં જાગવું ને પછી સ્વામિનારાયણ નામનું સ્મરણ કરવું.
(૨૨)ત્યારબાદ શૌચવિધિ કરી ડાબો હાથ દશ વખત ને બંને હાથ ભેળા કરી સાત એમ કુલ સાત વખત શુધ્ધ માટી અથવા પાઉડરથી હાથ ધોવા, સાબુથી કે લિક્વિડથી ન ચાલે.
(૨૩)
ત્યારબાદ એક સ્થાને બેસીને દંતધાવન કરવું. પછી પવિત્ર જળે કરીને સ્નાન કરવું.
(૨૪)
પછી (પુરુષ વર્ગે શુધ્ધ એવું જે એક વસ્ત્ર પહેરવું ને એક ઓઢવું ને પછી) નિત્ય પ્રત્યે સ્વામિનારાયણ ભગવનની વ્યક્તિગત પૂજા અવશ્ય કરવી. પૂજા કર્યા વિના પાણી પણ પિવાય નહીં અને જમાય પણ નહીં.
(૨૫)
પુરુષ માત્રે ચંદને કરીને ભાલ, બંને હસ્ત ને છાતીને મધ્યે તિલક કરવું ને ચંદનનો ચાંદલો કરવો તથા ભાલમાં કુમકુમનો ચાંદલો કરવો. અને સ્ત્રીઑએ માત્ર ભાલને વિષે કુમકુમનો ચાંદલો કરવો. જ્યારે વિધવા સ્ત્રીઑએ તિલક પણ ન કરવું ને ચાંદલો પણ ન કરવો.
(૨૬)
ત્યાર બાદ ભગવાનની માનસી પૂજા કરી પ્રગટભાવે પૂજા કરી ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો જાપ કરવો ને નિત્ય પ્રત્યે “અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મિ” એ ગુરુમંત્રની એક માળા કરવી.
(૨૭)
પત્ર, કંદ, ફળ, કે કોઇ પણ વસ્તુ ભગવાનને ધરવ્યા વગર ન ખાવી કે કોઇ પણ વસ્તુ કે પદાર્થ પ્રસાદીના કર્યા વગર તેનો ઉપયોગ ન કરવો.
(૨૮)
નિત્ય પ્રત્યે સ્વામિનારાયણ ભગવાનના મંદિરને વિષે જવું અને ભગવાનના કીર્તન, ધૂન બોલવાં ને સંતોનો સમાગમ કરવો.
(૨૯)
વ્યક્તિના ગુણ પ્રમાણે તેને કાર્ય પ્રેરવું, તથા તે રીતે તેનું સન્માન જાળવવું. તેમ જ કોઇ વ્યવહારે કરીને મોટી વ્યક્તિ આવે કે વડીલ આવે તો તે મુજબ તેનું યોગ્ય સન્માન કરી યોગ્ય સ્થાને બેસાડવા.
(૩૦)
સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને કે ઉભડક પગે ન બેસવું.
(૩૧)
કોઇ ફળના લોભે કરીને પણ પોતાના ધર્મનો ત્યાગ ન કરવો.
(૩૨)
કોઇનીય ખાનગી વાત જાણતા હોય તો પણ તેને ક્યારેય પ્રકાશ ન કરવી.
(૩૩)
ચાતુર્માસને વિષે સંત-સમાગમ, માળા-પ્રદક્ષિણા, સદગ્રંથોનું વાંચન, ઉપવાસ, એકટાણાં કે બ્રહ્મચર્યાદિક વિશેષ નિયમો લેવા તથા તેનું પાલન કરવું.
(૩૪)
સર્વે એકાદશી તથા હરિનવમી આદિક વ્રતને દિવસે આદર થકી ઉપાવાસ કરવો, અને ઉપવાસના દિવસે અતિશય પ્રયત્ને કરીને પણ દિવસની નિદ્રાનો ત્યાગ કરવો.
(૩૫)
ક્યારેક ભૂતપ્રેતાદિક્નો ઉપદ્રવ થાય તો સ્વામિનારાયણ મહામંત્રનો જપ અથવા ઉચ્ચ સ્વરે તે મહામંત્રની ધૂન કરવી.
(૩૬)
સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે સર્વે ક્રિયાનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું, અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને ગૃહસ્થ સત્સંગીએ પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે સ્વામિનારયણ ભગવાનની પૂજા કરવી.
(૩૭)
સત્સંગી માત્રે જન્મનું તથા મરણનું સૂતક તે સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું.
(૩૮)
ક્યારેક જાણે અથવા અજાણે નાનું-મોટું પાપ થઇ જાય તો મોટા પુરુષને કે સંતોને પૂછીને તે પાપનું પ્રાયશ્ચિત કરવું.
(૩૯)
પોતાના  નિકટ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ, તેમનો સ્પર્શ ન કરવો.
(૪૦)
પોતાનાં માતા-પિતા તથા આશરે રહેલા મનુષ્યની તથા માંદાની સેવા જીવંતપર્યંત કરવી.
(૪૧)
પોતાની સામર્થી પ્રમાણે, પોતાની જરૂરિયાત પ્રમાણે અન્ન-દ્રવ્યનો સંગ્રહ કરવો, અને ઘરમાં પશુ રાખેલા હોય તો તેમને માટે પણ ચાર્ય-પૂળાનો સંગ્રહ કરવો.
(૪૨)
વ્યવ્હારિક લેતી-દેતીમાં પોતાના પુત્ર કે મિત્રાદિક સાથે પણ, સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના કોઇ વ્યવહાર ન કરવો.
(૪૩)
પોતાની આવક કરતાં વધારે ખર્ચ ન જ કરવો, અને આવક-ખર્ચનું નામું અવશ્ય લખવું.
(૪૪)
પોતાને ત્યાં રાખેલા નોકર-ચાકર કે મજૂર તેમને નક્કી કર્યા મુજબ જ વળતર આપવું. પણ ઓછું ન આપવું.
(૪૫)
પોતે જ્યાં રહેતાં હોય ત્યાં કોઇ આપ્તકાળ આવે કે ભુંડા દેશકાળ સર્જાય તો તે મૂળ વતન હોય તો પણ તેનો ત્યાગ કરવો ને જ્યાં સારા દેશકાળ હોય ત્યાં સુખેથી રહેવું.
(૪૬)
વ્યવહારે સુખી કે ધનાઢ્ય હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનના મોટા સમૈયા, ઉત્સવો ને મંદિરો કરાવવાં, તથા સાધુ અને હરિભકતોને જમાડવાં.
(૪૭)
સત્સંગી એવી સુવાસિની સ્ત્રીઓએ પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, તો પણ તેની આદરપૂર્વક સેવા કરવી પણ કટુ વચન ન બોલવાં.
(૪૮)
વિધવા સ્ત્રીઓ તેમણે પતિ બુદ્ધિએ કરીને ભગવાનને સેવવા ને પોતાના પિતા-પુત્રાદિક સંબંધીની આજ્ઞાને વિષે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું.
Top       
ત્યાગી સંતોના પંચવર્તમાન
(ધર્મામૃત, નિષ્કામશુધ્ધિ, શિક્ષાપત્રી તથા ગઢડા પ્રથમના ૭૮મા વચનાવૃતની ટીકાને આધારે) ત્યાગીએ ગૃહસ્થનાં વર્તમાન તો પાળવાજ, પણ તે ઉપરાંત....
(૧) નિષ્કામી વર્તમાન
ત્યાગી સંતોએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું. તે મુજબ...
  • સ્ત્રીનો સંગ ન કરવો. સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં.
  • સ્ત્રીનો સ્પર્શ ન કરવો. સ્ત્રીનાં રૂપ-કુરૂપની વાત કરવી નહીં, સ્ત્રી કાળી છે, ગોરી છે, યુવાન છે કે વૃદ્ધ છે તેનો નિર્ણય ન કરવો.
  •  સ્ત્રીનું મનન ન કરવું. સ્ત્રીના ચિત્રને પણ નિહાળીને જોવું નહીં કે સ્પર્શ કરવો નહીં.
  • સ્ત્રીને ભોગવવાનો સંકલ્પ પણ ન કરવો, તો ક્રિયા તો થાય જ કેમ?
  • સ્ત્રીઓ સાથે બોલવું નહીં.
આ માટે, સંતોએ જોડી વિના એક્લા બહાર જવું નહીં કે ચાલવું નહીં. એવી આજ્ઞા કરી છે કે જેથી એકબીજાની મર્યાદાએ કરીને પણ નિષ્કામીપણું દૃઢ રહે અને જો કંઇ અજાણે ભૂલચૂક થાય તો તેનું નિષ્કામ શુધ્ધિ મુજબ પ્રાયસ્ચિત કરવું.
(૨) નિર્લોભી વર્તમાન
  • સાધુ થઇ કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રાખે, રખાવે કે અડે તો તેને મિનિટે મિનિટે હજાર ગાયો મર્યાનું પાપ થાય છે.
  • કહેલાં અગિયાર વસ્ત્રો ઉપર બારમું વસ્ત્ર ન રાખવું.
  • વસ્ત્રો પણ જાડાં માદરપાટનાં જ પહેરવાં, પણ ઝીણાં વસ્ત્ર ન પહેરવાં.
  • વસ્ત્રો પણ રંગથી ન રંગવા, પણ રામપુર ગામની માટીથી જ રંગવાં.
  • સીવેલાં વસ્ત્રો ન પહેરવા.
રજોગુણી રેશમી, મલમલ કે અન્ય વસ્ત્રો, રજોગુણી પદાર્થો પોતાના ઉપયોગ માટે ન રાખવાં.
(૩) નિર્માની વર્તમાન
કોઇ પ્રકારનું માન તો રાખવું જ નહીં. સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી માન-સન્માન મળે કે અપમાન મળે તો પણ બંને પરિસ્થિમાં સમભાવ રાખી વર્તવું.
(૪)    નિ:સ્નેહી વર્તમાન
  • પોતાનાં પૂર્વાશ્રમનાં માતા-પિતા, ભાઇ કે નિકટના સંબંધી સાથે કોઇ પ્રકારનો વ્યવહાર ન રાખવો.
  • પોતાની જન્મભૂમિ કે પૂર્વાશ્રમના ઘર સાથે કોઇ વ્યવહાર ન રાખવો.
સ્નેહ એક માત્ર સ્વામિનારાયણ ભગવાનમાં તેમજ ભગવાનને લઇને સંતો-ભક્તોમાં જ કરવો.
(૫)     નિ:સ્વાદી વર્તમાન
  • ખાવા-પીવા માટે કોઇ ધાતુના વાસણનો ઉપયોગ ન કરવી, પણ કાષ્ટના પાત્રનો તથા તુંબડીનો જ ઉપયોગ કરવો.
સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી જે મળે તે અન્ન્માં પાણી નાંખી, ભેળું કરી નિ:સ્વાદી કરીને જ જમવું.
Top       
ત્યાગી સંતોએ પાળવાના વિષેશ નિયમો
આ સિવાય શિક્ષાપત્રીની અન્ય આજ્ઞાઓનું પણ ત્યાગી સંતોએ અવશ્ય પાલન કરવું.
(૧)જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા પણ ન જવું.
(૨)મૈથુનાસ્ક્ત એવાં જે પશુ-પક્ષી આદિ પ્રાણી માત્ર તેમને પણ જાણીને જોવાં નહીં.
(૩)
સ્ત્રીના વેશને ધરી રહ્યો જે પુરુષ તેને અડવું નહીં અને તેની સામે જોવું નહીં ને તે સાથે બોલવું નહીં.
(૪)સ્ત્રીને ઉદ્દેશીને સ્વામિનારાયણ ભગવાની કથા-વાર્તા, કિર્તન પણ ન કરવાં.
(૫)પોતાનાં બ્રહ્મચર્યવ્રતનો કે પંચવર્તમાનનો ભંગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું.
(૬)
બળાત્કારે કરીને પોતાની અતિશય સમીપે આવતી જે સ્ત્રી તેને બોલી ને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી, પણ સમીપે આવવા દેવી નહીં.
(૭)
પોતાને શરીરે તેલમર્દન ન કરવું કે કરાવવું.
(૮)રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી.
(૯)
કામ, ક્રોધ, લોભ અને માન આદિક જે અંત:શત્રુ તેને જીતવા.
(૧૦)
પોતાના ઉતારાનું જે સ્થળ તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવશ થવા દેવો નહીં.
(૧૧)
સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ પસાર ન કરવો.
(૧૨)ગ્રામવાર્તા કરવી નહીં કે જાણીને સાંભળવી નહીં.
(૧૩)
આપ્તકાળ પડ્યા વિના ક્યારેય ખાટલા પર સુવું નહીં.
(૧૪)મોટા સંતની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું.
(૧૫)
કોઇક કુમતિવાળા દુષ્ટજન હોય અને તે, પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી અને મારવો પણ નહીં. પણ તેનું જેમ હિત થાય તેમ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડૂં થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.
(૧૬)
સ્ત્રીની આગળ નમવું, ખમવું ને સ્ત્રીનું સહન કરવું, નિર્માનીપણું પકડી રાખવું.
(૧૭)
કોઇ પ્રકારની અહમબુધ્ધિ ન કરવી કે પોતાના સંબંધીમાં મમત્વભાવ ન રાખવો.
આમ, આ શિક્ષાપત્રીના સારરૂપ એવી આપની સર્વે આજ્ઞામાં, હે સ્વામિનારાયણ ભગવાન, અમને દૃઢ કરીને વર્તાવજો.... વર્તાવજો... વર્તાવજો.....

શિક્ષાપત્રી


 ભગવાન સ્‍વામિનારાયણ પ્રસ્થાપીત સ્વામિનારાયણ સંપ્રદાય એ વર્તનનો સંપ્રદાય છે. જેમાં વાણી, વિચાર અને વર્તન આ ત્રણની સામ્‍યતા દર્શીત થાય છે. આ સંપ્રદાય માટે ભગવાન સ્વામિનારાયણના કેટલાક ઉચ્ચ આદર્શો, સંકલ્‍પો અને અભિગમ હતા અને આજે પણ એ જીવંત છે અને યાવદ્ચંદ્રદિવાકરો જીવંત રહેશે. પરંતુ એના માટે જરૂર પડે છે. કોઇક બંધારણની કે જે બંધારણમાં રહી સમગ્ર ભક્ત સમાજ અને સંત સમાજ ભગવાન સ્વામિનારાયણના ઉચ્ચ આદર્શો, સંકલ્‍પો અને અભિગમ મુજબનું દિવ્યજીવન જીવે.
       આજ્ઞા અને ઉપાસના આ બે પાયા ઉપર રચાયેલા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાના ઉચ્ચ આદર્શો અને સંકલ્‍પોને યાવદચંદ્રદિવાકરો જાળવી રાખવા ભગવાન સ્વામિનારાયણે સંવત ૧૮૮૨ મહા સુદ ૫ને વસંત પંચમીના શુભ દિવસે વડતાલ ગામે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ તૈયાર કર્યું. જેને ‘શિક્ષાપત્રી’ એવું શુભ નામ આપ્યું.
       શિક્ષાપત્રીનો સરળ ભાષામાં અર્થ શિખામણની પત્રી એવો થાય છે. આ શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઇએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે... વર્તવાની શિખ આપી છે. પરંતુ ઉપાસનાલક્ષી વચનો શ્રીજીમહારાજે પોતાના સ્વમુખવાણી વચનામૃત ગ્રંથમાં કહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને યથાર્થ ઓળખવા માટે તો એક માત્ર વચનામૃત ગ્રંથ છે.. એટલે જ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં પોતાના ભક્તોને આજ્ઞા કરી છે. “ભગવાનનું (અમારું) સ્વરૂપ તો અમારા શાસ્‍ત્રોમાંથી (વચનામૃતમાંથી) જ ઓળખાય તેમ છે. માટે અમારા ભક્તોએ અમારા રચાયેલા શાસ્‍ત્રોમાંથી ઉપાસનાની દ્રઢતા કરવી. ” આમ શ્રીજીમહારાજે આજ્ઞારૂપી પાયાનું બંધારણ ‘શિક્ષાપત્રી’માં જણાવ્યું છે અને પોતાની ઉપાસનારૂપી પાયો વચનામૃત ગ્રંથમાં વિશેષ લખ્‍યો છે. શ્રીજીમહારાજે ગ.મ.૧૩માં વચનામૃતમાં કહ્યા મુજબ શાસ્‍ત્રમાં તો આવી વાતો ઘણી લખી.”

‘વચનામૃત’ શું છે?

‘વચનામૃત’ શું છે?
       સર્વોપરિ સર્વાવતારી એવા પૂર્ણ પુરૂષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખવાણી, તેમના વચનામૃતો આ પૃથ્વી પર કયાંથી શ્રવણગોચર થઇ શકે? એ તો પોતે કૃપા કરી નરનાટક ધરી પૃથ્વી પર પધારી આશ્રિતજનોને શ્રવણમનોહર વચનામૃતો સંભળાવે ત્યારે જ તે બની શકે.
       સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ઠેર ઠેર વિચરતા અને અનેક જીવોને વાતોચીતો રૂપી અમૃતપાનથી સુખીયા કરતા. શ્રીહરિની આ વાતો સર્વ શાસ્ત્રોના સારરૂપ હોવા છતાં એટલી બધી સરળ અને હ્દયભેદક હતી કે સામેની વ્યકિતને જીવસોંસરી તે ઉતરી જતી. એટલું જ નહીં પણ મહાપ્રભુ ઘણી વખત એવા તો, ઘરાળુ, રોજ-બરોજના જીવનમાં બનતા કે જોવા મળતા પ્રસંગોને ઉદાહરણ તરીકે મૂકી સિધ્‍ધાંત સમજાવી દેતા કે ગમે તેવી તત્ત્વજ્ઞાનની અઘરી વાત સાવ અભણને પણ સહજ રીતે સમજાઇ જાય.
       શ્રીજીમહારાજની સાથે પોતાનું સમગ્ર જીવન સમર્પ‍િત કરી સાથે જ વિચરનાર અને અક્ષરધામમાંથી સાથે આવેલા સંતો આ અમૃતવાણીને લખી લેતા. સભામાં જે પ્રશ્નો પૂછાતા ને શ્રીજીમહારાજ તેના સચોટ ઉત્તરો કરતા તેનો સંગ્રહ મહદઅંશે સંપ્રદાયના પાંચ મોટેરા સદ્ગુરૂઓ જેવા કે સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્.શ્રી મુકતાનંદ સ્વામી, સદ્.શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદ્.શ્રી નિત્યાનંદ સ્વામી અને સદ્.શ્રી શુકાનંદ સ્વામીએ કર્યો. સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના શાસ્ત્રથી જ થાય એવી મહારાજની અભિરૂચિ જાણી, યાવદ્ચંદ્રદિવાકરૌ આ શ્રીજીસ્થાપિત જ્ઞાનમાર્ગ સૌ આશ્રિતજનોને સદૈવ મળી રહે તે માટે ‘વચનામૃત’ નામક ગ્રંથ રૂપે સંપ્રદાયના એક મુખ્યગ્રંથ તરીકે પ્રકાશિત થયો. દરેક વચનામૃતની શરૂઆતમાં જ સચોટ પુરાવારૂપે મહાપ્રભુ કઇ સાલમાં કયા દિવસે, કયા સમયે, કયાં કેવા વસ્ત્ર અલંકાર ધારણ કરી ને કેવી રીતે બિરાજમાન થયા હતા તે માહિતી આપેલ છે. જે કોઇ ઇતર સંપ્રદાયમાં વિદિત નથી. વળી જ્ઞાન સમજતા પહેલા મહાપ્રભુ સદાય પ્રગટ છે. એ ભાવે મૂર્ત‍િનું સભાએ સહિત ધ્યાન થાય તે પણ પ્રારંભિક પેરેગ્રાફનું એક કારણ છે. બ્રહ્માંડોના શાસ્ત્રો ભેળા કરે તોય આ વચનામૃતગ્રંથની તોલે ન આવે એવો અજોડ ગ્રંથ છે અને એટલે જ કહ્યું છે કે- 
"જગતના સર્વેગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે
જીવોના મોક્ષને માટે સર્વોતમ સૌથી ન્યારો છે."
આ સર્વોત્તમ ગ્રંથમાં કુલ ર૭૩ વચનામૃત છે. જેનું વિગતવાર પૃથ્થકરણ આ પ્રમાણે છે.
 
 
       પ્રકરણ
૧. ગઢડા પ્રથમ
ર. સારંગપુર
૩. કારિયાણી
૪. લોયા
પ. પંચાળા
૬. ગઢડા મધ્ય
૭. વડતાલ
૮. અમદાવાદ
૯. અશ્લાલી
૧૦. જેતલપુર
૧૧. ગઢડા છેલ્લા
કુલ

વચનામૃત સંખ્યા
૭૮
૧૮
૧૨
૧૮
૦૭
૬૭
૨૦
૦૮
૦૧
૦૫
૩૯
૨૭૩
 
જોકે આ બધા વચનામૃતોને મોટા મોટા સંતોએ લખ્યા છતાં જેમ સદ્ગુરૂ શ્રી શુકાનંદ સ્વામી કહેતા કે,"અમે આ વચનામૃતના ખરડા લખ્યા, શોધ્યા ને વાંચ્યા છતાં જયારે મહારાજની સમગ્ર રૂચિને અભિપ્રાય ને જાણનારા તેમના સંકલ્પસ્વરૂપ અનાદિમુકત સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ વચનામૃત સમજાવ્યા ત્યારે જ તેના ખરા અર્થ સમજાયા. ટૂંકમાં, શ્રીજીમહારાજે ભલે ગમે તેટલી સરળ ભાષામાં વાતો કરી અને લખી છતાં શ્રીજીમહારાજની તત્ત્વજ્ઞાનની વાતો એટલે કે શ્રીજીનો અંતર્ગત અભિપ્રાય તો તેમના ઘેરથી આવેલા મુક્ત પ્રગટ થાય તો જ સમજાવે. એટલે જ શ્રીજીમહારાજના સંકલ્પથી પ્રગટ થયેલા જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃતના ગુઢ અર્થો ને સરળ કરી ‘રહસ્યાર્થ પ્રદિપીકા ટીકા’માં સમજાવી અનંતાનંત મુમુક્ષુજનો ઉપર મહાન પરોપકાર કર્યો છે. જે વિના શ્રીજીમહારાજના વચનામૃતો સાચા વાસ્તવિક અર્થમાં સમજવા ઘણાં કઠણ પડે છે તે હકીકત છે.
વચનામૃત માહાત્મયઃ-
       પોતાની હયાતીમાં શ્રીજીમહારાજે આ વચનામૃતો કરાવ્યાં, જોયાં ને દિવ્ય આશીર્વાદ પણ આપ્યા કે, "આ વચનામૃત ગ્રંથનું જે સ્ત્રી-પુરુષ શ્રધ્‍ધાને માહાત્મ્યથી વાંચન, શ્રવણ, મનન આદિનો આગ્રહ રાખશે તે ભકતને શ્રીજીમહારાજની પ્રસન્નતાના કારણને એકાંતિક ધર્મ, સર્વોપરિ શ્રીહરિની ઉપાસના માહામ્યે સહિત ભકિત અને સ્વરૂપનિષ્ઠા આદિ સર્વ સાધન સિધ્‍ધ થાય છે. અને વચનામૃતના અભ્યાસને વિષે પ્રીતિવાળા જે ભકત થાય છે. તે વ્યવહારમાં રહ્યા થકા જળમાં કમળ રહે તેમ નિર્લેપ રહે છે અને શ્રીજીમહારાજની મૂર્ત‍િની સ્મૃતિ તેમને અખંડ રહે છે અને જે સ્ત્રી-પુરૂષ વચનામૃતનું જ્ઞાન લક્ષ્યાર્થ કરે છે તેઓના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવમાં રહેલા પંચવિષયના રાગ તથા કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિ દોષમાત્ર નિવૃત્તિ પામે છે.
       વળી, જ્ઞાની ભક્ત મને પ્રિય છે. એ જ્ઞાન વચનામૃતમાં છે. પણ બાહ્યદ્રષ્ટિવાળાને જેમ છે તેમ સમજાય નહિ, પણ જેને અમારી મૂર્ત‍િ આકારે દ્રષ્ટિ થઇ હોય અથવા સદ્ગુરૂની દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોય એને જ યથાર્થ સમજાય છે અને વચનામૃત તો મારી વાણીરૂપી મૂર્ત‍િ છે. મારી રૂચિ, મારો રહસ્ય અભિપ્રાય તથા મારો સિધ્‍ધાંત તે સર્વે વચનામૃતમાં છે. સર્વે શાસ્ત્રનું મૂળ કારણ વચનામૃત છે અને વચનામૃતમાંથી જ મારું સર્વોપરિ જ્ઞાન સમજાય છે અને તે સમજવાથી જ મારા સુખની પ્રાપ્તિ થાય છે.
       જે સભાને વિષે વચનામૃત વંચાય છે ને તેના રહસ્યનું વિવેચન થાય છે અને તેનું શ્રવણ થાય છે તે સભાને વિષે ‘મુકત સહિત હું નિવાસ કરું છું અને જે સ્ત્રી-પુરૂષ પોતાના ઘરને વિષે વચનામૃતનું પુસ્તક રાખે છે અને તેનો પાઠ કરે છે તેના ઘરને વિષે સર્વે તીર્થમાત્ર નિવાસ કરે છે અને જે સ્ત્રી-પુરુષ માહાત્મ્ય સમજીને નિત્ય એક, બે કે પાંચ વચનામૃતનો પાઠ કરે છે તે મારા જ્ઞાનની સિધ્‍ધ્‍િા ને પામે છે અને જે નિત્ય એક વચનામૃત વાંચે છે તે પ૦૦ પરમહંસ જમાડયાનું ફળ પ્રાપ્ત કરે છે અને જે વચનામૃતનું શ્રવણ-મનન કરે છે તે શિખરબંધ મંદિરમાં અમારા સ્વરૂપ પધારાવ્યા છે તેમનાં દર્શન કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે અને જે સ્ત્રી-પુરુષ પોતપોતાના ધર્મમાં રહીને વચનામૃત કથા બીજાને વાંચી સંભળાવે છે તેમના પર મારી પ્રસન્નતા થાય છે અને સાક્ષાત્ પુરુષોત્તમ એવો જે હું તે વચનામૃત સ્વરૂપે સદા પ્રત્યક્ષ છું અને જે સ્ત્રીપુરૂષ અમારી પ્રસન્નતાને અર્થે વચનામૃતનું પારાયણ કરાવે છે તે મારા અક્ષરધામને પામે છે અને જેઓ વચનામૃતનું રહસ્યજ્ઞાન સત્પુરૂષ થકી સમજે છે તે સર્વોપરિ એવી અનાદિમુકતની સ્થિતિ પ્રાપ્ત કરે છે અને મૂર્ત‍િના સુખભોકતા થાય છે.’"
       આમ વચનામૃતનો મહિમા અપાર અપાર પોતાના સ્વમુખે પોતે જ વર્ણવ્યો છે.

ભગવાન તો બધાય એક જ છે આ વાત સાચી કે ખોટી?


ભગવાન તો બધાય એક જ છે આ વાત સાચી કે ખોટી?
ઊત્તર : આ વાત ખોટી છે. રામ, કૃષ્ણ કે સ્વામિનારાયણ બધાય ભગવાન એક નથી. બધાંય જુદા જુદા છે. જેમ કે, સામાન્ય દ્રષ્ટાંતો જોઇએ તો,
૧લા ધોરણમાં ભણતો હોય તેને વિદ્યાર્થી કહેવાય. પમા ધોરણમાં ભણતો હોય તેને પણ વિદ્યાર્થી કહેવાય. ૧૦મા ધોરણમાં ભણતો હોય તેને પણ વિદ્યાર્થી જ કહેવાય અને કોલેજમાં ભણતો હોય તેને ય વિદ્યાર્થી જ કહેવાય. આમ ભણતા હોય તે દરેકને વિદ્યાર્થી કહેવાય. પણ બધા વિદ્યાર્થી સરખા કે એક નથી. બધા જુદા જુદા છે. દરેકની પાત્રતા જુદી જુદી છે. તો શું વિદ્યાર્થી ન કહેવાય? વિદ્યાર્થી કહેવાય, પણ બધા વિદ્યાર્થી જુદા જુદા છે.
પ૦ પૈસા, ૧ રૂપિયો, ૨ રૂપિયાની, પ રૂપિયા, ૫૦ રૂપિયાની નોટ, ૧૦૦ રૂપિયાની નોટ કે પ૦૦ રૂપિયાની નોટ. આ સર્વેને નાણું કહેવાય. પણ આ બધું નાણું સરખું નથી. જુદું જુદું છે તેમ.
ભગવાન એટલે ભગ+વાન. ભગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે વાળા. આ સંસ્કૃત શબ્દ છે. જેનામાં ઐશ્વર્ય હોય તે બધાને  ભગવાન કહેવાય. પણ   બધા ભગવાન સરખા નથી.
જો બધા ભગવાન સરખા એટલે એક જ હોય.. એટલે કે રામ એ જ કૃષ્ણ અને એ જ સ્વામિનારાયણ ભગવાન એમ હોય તો, ભગવાન એક જ હોય, તેથી તેમનું ધામ પણ એક જ હોય. જે તે અવતાર કાર્ય પતાવી, પોતાના એના એ એક જ ધામમાં પાછા પધારે. આમ બધાનું ધામ એક જ હોવું જોઇએ. પણ એવું નથી. શિવનું ધામ કૈલાસ છે, રામચંદ્રજીનું ધામ વૈકુંઠ છે, કૃષ્ણનું ધામ ગોલોક (ગવલોક) છે, નરનારાયણનું ધામ બદ્રિકાશ્રમ છે, વાસુદેવબ્રહ્મનું ધામ બ્રહ્મપુર છે, જયારે સ્વામિનારાયણ ભગવાનનું ધામ અક્ષરધામ છે. આ બધાના ધામ પણ જુદા જુદા છે. આથી ભગવાન પણ બધા જુદા જુદા છે.
જેમ ભારતના ર૬ રાજયોના મંત્રીને મુખ્યમંત્રી કહેવાય. પણ બધા મુખ્યમંત્રી એક નથી. બધા જુદા જુદા છે. આ તમામ મુખ્યમંત્રીના એક ઉપરી છે. જેની આજ્ઞામાં સર્વે મુખ્યમંત્રી રહે છે. તેને વડાપ્રધાન કહેવાય. આ વડાપ્રધાનની સત્તાથી મુખ્યમંત્રી કાર્ય કરે છે.
આવી રીતે આ તમામ અવતારોના એક ઉપરી છે અને તેની આપેલી સત્તાથી, ઐશ્વર્યથી સર્વે અવતારો કાર્ય કરે છે. તે તમામ અવતારોના અવતારી, ઉપરી એટલે આપણા સ્વામિનારાયણ ભગવાન.
શ્રીજીમહારાજે વચનામૃતમાં અનેક જગ્યાએ આ વાત સમજાવી છે કે બધા ભગવાન જુદા જુદા છે.
જેમ કે, પંચાળાનું ૧લું : આ વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે પશુ કરતા મનુષ્યમાં સુખ અધિક છે, તેથી રાજાનું સુખ, તેથી દેવતાનું સુખ, તેથી   ઇન્દ્રનું સુખ, તેથી કૈલાસનું સુખ, તેથી વૈકુંઠનું સુખ અધિક છે, તેથી ગોલોકનું સુખ અધિક છે, તેથી અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. આમ અહીં ધામ જુદા જુદા છે તેના દરજજા આપ્યા. આમ, ધામ અલગ અલગ છે તો તે ધામોના ધામી પણ જુદા જુદા જ હોય ને... ગઢડા પ્રથમના ૪૧મા વચનામૃતમાં પણ સર્વે અવતારો જુદા જુદા છે તે બહુ સરસ વાત કરી છે. અનેક વચનામૃતો દ્વારા આ સમજી શકાય છે કે, બધા ભગવાન જુદા જુદા છે.

સગુણપણું અને નિર્ગુણપણું એનો અર્થ શું સમજવો?


સગુણપણું અને નિર્ગુણપણું એનો અર્થ શું સમજવો?
ઊત્તર :  ગઢડા મધ્યનું ૪ર અને કારિયાણીનું ૮... આ બંને વચનામૃતમાં સગુણપણું અને નિર્ગુણપણું સમજાવેલું છે. સગુણપણું અને નિર્ગુણપણું શ્રીજીમહારાજનું નથી પરંતુ શ્રીજીમહારાજના તેજની એક કિરણનું છે.
સગુણપણું : શ્રીજીમહારાજના તેજની એક કિરણ મૂળઅક્ષરથી માંડીને જીવપ્રાણીમાત્રને ઉત્તરોતર ધરી રહી છે તે સગુણપણું કહેવાય.
નિર્ગુણપણું : શ્રીજીમહારાજના તેજની એક કિરણ ભાગરૂપે મૂળઅક્ષરથી માંડીને જીવપ્રાણીમાત્રમાં ઉત્તરોત્તર વ્યાપીને રહી છે તે નિર્ગુણપણું કહેવાય.
સમજૂતી : જીવકોટી સુધીના મૂળપુરૂષના તેજની એક કિરણના આધારે છે... આવા અનંત મૂળપુરૂષ, વાસુદેવબ્રહ્મના તેજની એક કિરણના આધારે છે. આવા અનંત મૂળઅક્ષરો... શ્રીજીમહારાજના તેજની એક કિરણના આધારે છે. આ તેજની એક કિરણ કે જેના આધારે અનંતાનંત મૂળઅક્ષરોથી માંડી જીવપ્રાણીમાત્ર ઉત્તરોત્તર રહેલા છે. તે તેજના કિરણનું સગુણપણું કહેવાય.
શ્રીજીમહારાજના તેજની એક કિરણ અનંત મૂળઅક્ષરોમાં વ્યાપીને રહી છે. તેમાંના એક મૂળઅક્ષરના તેજની એક કિરણ દ્વારે અનંત વાસુદેવબ્રહ્મમાં વ્યાપીને રહી છે. આવી રીતે ઉત્તરોત્તર જીવપ્રાણીમાત્ર સુધીમાં વ્યાપીને રહી છે તે તેજની એક કિરણનું નિર્ગુણપણું કહેવાય.
આમ, ધરીને રહ્યું તે સગુણપણું અને વ્યાપીને રહ્યું તે નિર્ગુણપણું. શ્રીજી મહારાજનું નહિ, આખા તેજનું નહિ, તેજની એક કિરણનું.

સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી કેવી રીતે સમજવા?


સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી કેવી રીતે સમજવા?
ઊત્તર :  સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી સમજવા માટે નીચે મુજબ ત્રણ પ્રકારના અવતારની રીતને સમજવી પડે.
૧) ઐશ્વર્યાવેશ અવતાર :
- શ્રીજીમહારાજના ઐશ્વર્યનો (અન્વય શકિતનો) જેમનામાં આવેશ (આવિર્ભાવ) થયો હોય તેને ઐશ્વર્યાવેશ અવતારો કહેવાય.
મૂળઅક્ષરથી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, શિવ (મહેશ)... સુધીના અનંતાનંત અવતારો ઐશ્વર્યાવેશ અવતારો ગણાય.
- તેઓ કેવી રીતે થયા?... તો શ્રીજીમહારાજની સત્તાથી (કિરણથી) થયા અને એક કિરણની સત્તાના આધારે રહ્યા છે.
- તેમનું કાર્ય શું ?... તો ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનું....
ર) મુકતાવતાર :
- શ્રીજીમહારાજના વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા પરમ એકાંતિકમુકતોને મુકતાવતાર કહેવાય.
મુકતાવતારમાં એકલા પરમ એકાંતિક મુકતો જ આવે. અનાદિમુકતો ન આવે. કારણકે અનાદિમુકતો તો મૂર્તિમાં જ છે. મૂર્તિમાંથી બહારા આવતાં જ નથી. જયારે પરમ એકાંતિક મુકતોને મહારાજ પોતાની નિષ્ઠા કરાવવા અવરભાવમાં લાવે છે. (આપણને એવું દેખાય છે.)
- તેઓ કેવી રીતે થયા ?... તો વ્યતિરેક સ્વરૂપના સંબંધથી થયા અને સંબંધના આધારે રહ્યા છે.
- તેમનું કાર્ય શું ?... તો મહારાજની નિષ્ઠા કરાવવાનું.
૩) સંકલ્પાવતાર :
- શ્રીજીમહારાજનું વેશાંતરભાવે દેખાતું સ્વરૂપ તેને કહેવાય સંકલ્પાવતાર અથવા સંકલ્પ સ્વરૂપ.
આમ, સંકલ્પાવતાર એટલે મહારાજ પોતે જ. પણ બીજા સ્વરૂપે.
- તેઓ કેવી રીતે થયા ?... તો મહારાજ પોતે જ છે. એટલે આમાં એવું ન આવે.
- તેમનું કાર્ય શું ?... તો અનાદિમુકતની લટક આપવાનું.
આમ, ઐશ્વર્યાવેશ અવતાર અને મુકતાવતાર આ બંને અવતારના અવતારી અને ત્રણેય પ્રકારના અવતારની રીતને સમજે તો શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી સમજયા કહેવાય.
અન્વય સ્વરૂપના અનંતાનંત અવતારો શ્રીજીમહારાજની અન્વયશકિત (એક કિરણ)ની સત્તાથી થયા છે અને એક કિરણની સત્તાના આધારે રહ્યા છે. કોઇને પોતાનો આગવો પાવર નથી અને અનંત મુકતાવતારો (પરમએકાંતિક મુકતો) શ્રીજીમહારાજના સંબંધથી થયા છે અને સંબંધના આધારે રહ્યા છે. આમ અનંતકોટી બ્રહ્માંડમાં કોઇની પાસે પોતાનું ચપટી ય નથી. બધું શ્રીજીમહારાજનું જ છે.
અનંતાનંત ઐશ્વર્યાવેશ અવતારોના શ્રીજીમહારાજ એક કિરણ દ્વારે ઉપરી અને મુકતાવતારના ડાયરેકટ વ્યતિરેક સ્વરૂપે ઉપરી... અને     સંકલ્પાવતારની રીતને જાણે... ત્યારે શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી યથાર્થ સમજયા કહેવાય

સનાતન ઇશ્વર અને આધુનિક ઇશ્વરમાં ભેદ શું?


સનાતન ઇશ્વર અને આધુનિક ઇશ્વરમાં ભેદ શું?
ઊત્તરઃ- જે કોઇના કર્યા થયા નથી અને કોઇના કાઢ્યા જતા નથી. સદાય છે, છે ને છે જ. વળી, સ્વયં સત્તાધીશ અને એક અને અજોડ છે, એનું નામ સનાતન ઇશ્વર.
- જે સનાતનની આપેલી સત્તાથી સત્તાયમાન છે. તથા સનાતન ભગવાનના કર્યા થાય છે અને એમના કાઢયા જાય છે.. કહેતાં આપેલી સત્તા, ઐશ્વર્ય લેવા ઇચ્છે તો લઇ શકે તેમ છે. જેની પાસે પોતાનું ચપટી પણ નથી તેને આધુનિક ઇશ્વર કહેવાય.
- આધુનિક ઇશ્વર અનંત છે અને સનાતન ઇશ્વર તો એક અને માત્ર એક ભગવાન સ્વામિનારાયણ જ છે. સનાતન ઇશ્વર એ જ ખરેખર ભગવાન છે. બીજા બધા ભગવાન કહેવાય છે હકીકતમાં છે નહિ.

સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા એટલે શું?

 સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા એટલે શું?
ઊત્તર :  નીચેની ચાર બાબતો સમજે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખ્યા કહેવાય.

(૧)
સ્વામિનારાયણ ભગવાનને અન્વય-વ્યતિરેકપણે સર્વોપરિ, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના નિયંતા વગેરે રીતે યથાર્થ જાણવા.
(૨)
સ્વામિનારાયણ ભગવાન તથા તેમના મુકતો સદાય પ્રગટ, પ્રગટ અને પ્રગટ તથા સદાય સાકાર મૂર્તિમાન છે.
(૩)
સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુકત સદાય દિવ્ય છે.
(૪)
સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુકત સદાય અંતર્યામી છે.
(૫)
સ્વામિનારાયણ ભગવાન સંપૂર્ણ કર્તા-હર્તા છે.

મંગળવાર, 24 મે, 2011

સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના

વાચક મિત્રો,
સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ થવાના છ હેતુમાંથી એક હેતુ હતો : સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને જ્ઞાન  પ્રવર્તાવવું. નિષ્કુળાનંદ સ્વામી ને રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે
                     જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ છે મોટા વળી એથી
                     આ છે અવતારના અવતારી, ઘણું શું કહું વિસ્તારી.

રામાનંદ સ્વામીએ તો તે સમયે અગમ વાણી ઉચ્ચારી હતી અને જયારે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને અક્ષર ઓરડીમાં બોલાવીને યાદ અપાવી કે સ્વામી આપણે અક્ષરધામમાંથી અનંત મુકતો ને લઈને આ લોકમાં શા હેતુ થી આવ્યા છીએ એ જાણો છો?  ગોપાળાનંદ સ્વામીએ જયારે ના પાડી ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે છ હેતુ બતાવ્યા અને તેમાંનો એક હેતુ ઉપર લખ્યો છે તે મુજબ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને જ્ઞાન પ્રવર્તાવવા. હવે જો ગોળ ને ખોલ ભેગું કૂટ્યા કરીશું તો મુમુક્ષોને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના કેમ સમજાશે? 

ગઢડા છેલ્લા પ્રકરણનું ૩૯ મું વચનામૃત

ગઢડા છેલ્લા પ્રકરણનું ૩૯ મું વચનામૃત: અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, ને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે,  તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી, ને જો ભગવાન જેવા થાય તો તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે જે હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ અને બીજો કહેશે હું પશુના ધર્મ માણસ માં કરીશ, એવી રીતે સ્થિતિ ન રહે. અને આ જુઓને જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વે ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી, માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વેના સ્વામી આ એક જ ભગવાન છે (સ્વામિનારાયણ ભગવાન) તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી, માટે ભગવાન તે એક જ છે પણ બીજો આ જેવો થતો નથી, અને આ સર્વે વાત કરી તે થોડીક છે પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાત નું જે રહસ્ય છે તે જે ડાહ્યો હોય તેને સમજાય પણ બીજાને સંજય નહિ, અને આટલી વાત સમજીને જેણે દૃઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઇ અને  કંઈ  કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને દૃઢતા હોય તેનો સંગ રાખવો  તો એને આ વાર્તાની દિવસે દિવસે દૃઢતા   થાતી જાય.

અહીં શ્રીજી મહારાજે સ્પષ્ટ વાત કરી છે કે અમારા જેવા તો અમે એક જ છીએ પરંતુ અમારા જેવો બીજો કોઈ ભગવાન નથી. ટૂંકમાં સ્વામિનારાયણ ભગવાન એ એક જ સનાતન ભગવાન છે અને બીજા ભગવાન એ આધુનિક ભગવાન છે (અમદાવાદનું ૭ મું વચનામૃત)  સ્વામિનારાયણ ભગવાન જ ભગવાન છે અને બીજા સર્વે ભગવાન તેમની સત્તાથી થયા છે અને રહ્યા છે. આ વાતની જો સમજ પડી જાય તો તેને સ્વામિનારાયણ ભગવાને ડાહ્યો કહ્યો છે.

મુકતો જો આ વાત સમજણ માં આવી જાય તો કામ થઇ  જાય. કહેવાનો મતલબ કે સ્વામિનારાયણ ભગવાન એ એક જ સનાતન ભગવાન છે અને આપણે સૌ તેમના આશ્રિત છીએ તો પછી આપણે બીજાનાં ગાણા ગાવાના બાકી રહે?  જવાબ છે ના તો પછી ચાલો આપણે સૌ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજી એ અને સૌને સમજાવીએ કે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણ ભગવાન ની આવી દ્રઢ નિષ્ઠા કેળવીએ અને જીવમાં ઉતારી દઈએ કે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી અને એ સ્વામિનારાયણ ભગવાન મારા બાપ છે અને હું એમનો દીકરો છું. 
સૌને જય સ્વામિનારાયણ.
શ્રીજી મહારાજના સર્વોપરીપણાના વિશિષ્ટ લક્ષણો :

૧.      અષ્ટાંગયોગ - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન,  
            ધારણા ને સમાધિ - સાધે ત્યારે  એક વખત સમાધિ થાય આવી દુર્લભ
        સમાધિ શ્રીજી મહારાજ સહેજે સહેજે કરાવતા. પશુ, પક્ષી,  માણસો, ભક્ત
        -અભક્ત .... આદિક અનંતાનંતને દર્ષ્ટિમાત્રે,  ચાખડીના અવાજેસોટી 
             અડાડીને તાળી પાડીને  આવી રીતે સહેજે સહેજે સમાધિ કરાવતા.
         તેમના  સંતો અને હરિભક્તો પણ સમાધિ  કરાવતા. પૂર્વે ઋષિમુનિઓ 
             તપ કરીને રાફડા થઇ ગયા છતાં  સમાધિ  નથી થઇ તેવી સમાધિ    
             શ્રીજીમહારાજ  અનંતાનંતને સહેજે સહેજે કરાવતા. વળી,
             શ્રીજી મહારાજ  અક્ષરધામ ની  સમાધિ  કરાવતા. આવી  નિર્વિકલ્પ 
         સમાધિ  તો શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈએ  કરાવી નથી અને
             કરાવી શકે પણ નહિ.
૨.          સમાધિમાં  અનંતાનંત અવતારોને પોતાની મૂર્તિ માં લીન કરી 
             દેખાડ્યા છે. 
૩.          કોઈ અવતારોએ પોતે પોતાનું નામ નથી પાડ્યુંજયારે શ્રીજી
            મહારાજે પોતાનું સર્વોપરી  એવું  સ્વામિનારાયણ નામ,
            પોતાની જાતે પાડ્યું છે. (સવંત ૧૮૫૮ માગશર  વદ એકાદશી -
            રામાનંદ  સ્વામીના  ચૌદમાના દિવસે ફણેણી મુકામે ...) વળી આ
            સ્વામિનારાયણ મહામંત્રનો સ્વમુખે અપાર મહિમા વર્ણવ્યો.
            (જે  સ્વામિનારાયણ  નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે...)
૪.         સ્વામિનારાયણ ભગવાને કદી હાથમાં શસ્ત્ર લઈને કોઈને માર્યા
            નથી, પરંતુ જોબનપગી  જેવા અનેક પાપના પર્વતોને, દૃષ્ટિમાત્રે
            કરીને ઓગાળી નાંખ્યા છે  અને આદર્શ ભક્તો કર્યાં છે. એટલે
            માણસને નથી માર્યા, પરંતુ એની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ,
            માન, રસાસ્વાદ આદિક અંત:શત્રુઓને માર્યા છે અને માણસને 
            તાર્યા છે.
૫.        સ્વામિનારાયણ ભગવાને પોતે બ્રહ્મચર્ય પાળ્યું છે અને પોતાના
             હજારો અનુયાયીઓને પળાવ્યું   છે. અત્યારના ઘોર કળીકાળ  માં
             સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે હજારો સંતો, હરિભક્તો અને
             સાંખ્યયોગી બાઈઓ બ્રહ્મચર્ય વ્રત પાળે છે. નિષ્કામી વર્તમાનની
             આટલી દ્રઢતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે તેવી બીજે ક્યાંય નથી.
૬.         સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા સ્વરૂપ સદાય પ્રગટ છે. પ્રતિમાને
             વિષે આવો પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે
             એવો ક્યાંય નથી. હજારો પરચા એવા છે કે પ્રતિમા સ્વરૂપે ભગવાને
             પ્રત્યક્ષ ભાવ જણાવ્યો હોય.
૭.         હજારો વર્ષો સુધી તાપ કરીને રાફડા થઇ જાય, વાયુ ભક્ષણ કરીને
             સુકાઈ જાય તોય આત્યંતિક મોક્ષ ન થાય ..... આત્યંતિક કલ્યાણની
             પ્રાપ્તિ સ્વામિનારાયણ ભગવાન અને એમના સતોએ સાવ ફ્દલ માં
             કરાવી. પશુ, પક્ષી, જીવ પ્રાણીમાત્ર, પામર, પતિત, અધમ, ભૂતયોનીને
             પામેલા હોય તેવા ........... અનંતાનંતના શ્રીજી મહારાજ અને તેમના 
             સંતોએ ફ્દલમાં કલ્યાણ કર્યા છે. અને પોતાના સંતો - મુકતો દ્વારા 
             આત્યંતિક કલ્યાણના સદાવ્રત ચાલુ રાખ્યા છે. 
૮.         એક સાથે   ૫૦૦ પરમહંસોને દિક્ષા આપી .... કોઈ અવતારોએ આ
             કાર્ય કર્યું નથી. આ પરમહંસો કંઈ ભૂખે મરતાં હોય, ગરીબ હોય,
             અભણ હોય, વધારાના હોય એવા નહોતા.
             બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં પોણો મણ સોનું શરીર પર ધારણ કરતા
             હતા. ૨૪ કળામાં પારંગત હતા. નિત્યાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં 
            બુંદેલખંડમાં,    દંતિયા   ગામના રાજા હતા. એક કરોડના આસામી 
             હતા. સોનાના સિગરામ માં બેસીને જાત્ર કરવા નીકળેલા. આવા એક 
             એક થી ચડે એવા ૫૦૦ - ૫૦૦ પરમહંસોને એક સાથે દિક્ષા આપી. 
             આવા ૩૦૦૦ સાધુ ઓ શ્રીજી મહારાજનું  ભજન કરતા હતા.
૯.         શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં પોતાના મંદિરો કર્યા. માંહી પોતાના
             સ્વરૂપો પધરાવ્યા. પોતાની હયાતીમાં પોતાનું ભજન - ભક્તિ કરાવ્યું.
             કોઈ અવતારોએ આ કાર્ય કર્યું નથી.
૧૦.        શ્રીજી મહારાજ અગાઉ દર્શન આપી ભક્તોને ધામમાં લઇ જતાં. કોઈને
             આયુષ્ય ન હોય તોય રાખે અને આયુષ્ય હોય તોય લઇ જાય. અરે ....
             કોઈના બદલે કોઈને ધામમાં લઇ જાય. આમ આત્માનો અદલો બદલો 
             પણ કરતા. આવું કાર્ય કોઈ અવતારોએ આ કાર્ય કર્યું નથી.
૧૧.        પુરાણની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં સર્વોપરી ભગવાનનાં લક્ષણો
             સ્વામિનારાયણ ભગવાન ની મનુષ્યરૂપ મૂર્તિને મળતા આવે છે. જેમ કે
             ચરણમાં સોળ ચીહ્ન, સવા ચોસઠ તસુની ઉંચાઈ, અનીયાલીન નાક, તિલ,
             ચીહ્ન વગેરે ઘણા લક્ષણો સ્વામિનારાયણ ભગવાન ને મળતા આવતા.